ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન પ્રવાસ માટે 17 સભ્યોની ટી-20 ટીમની જાહેરાત કરી, કમિન્સ, હેજલવુડ અને ડેવિડને આરામ આપવામાં આવ્યો
મેલબોર્ન, નવી દિલ્હી, 19 જાન્યુઆરી (હિ.સ): ઓસ્ટ્રેલિયાએ ટી-20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન પ્રવાસ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઇજાગ્રસ્ત કેપ્ટન પેટ કમિન્સ, ફાસ્ટ બોલર જોશ હેજલવુડ અને વિસ્ફોટક બેટ્સમેન ટિમ ડેવિડને આગામી ટી-20 વર્લ્ડ કપ પહેલા
પેટ કમિન્સ


મેલબોર્ન, નવી દિલ્હી, 19 જાન્યુઆરી (હિ.સ): ઓસ્ટ્રેલિયાએ ટી-20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન પ્રવાસ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઇજાગ્રસ્ત કેપ્ટન પેટ કમિન્સ, ફાસ્ટ બોલર જોશ હેજલવુડ અને વિસ્ફોટક બેટ્સમેન ટિમ ડેવિડને આગામી ટી-20 વર્લ્ડ કપ પહેલા સંપૂર્ણપણે સ્વસ્થ થવા માટે પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયન પસંદગીકારોએ લાહોરમાં રમાનારી પાકિસ્તાન સામેની ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ માટે યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ પસંદ કર્યું છે. બિગ બેશ લીગ (બીબીએલ) માં તેમના પ્રભાવશાળી પ્રદર્શનના આધારે, પર્થ સ્કોર્ચર્સ ફાસ્ટ બોલર માહલી બીયર્ડમેન અને સિડની સિક્સર્સના યુવા ઓલરાઉન્ડર જેક એડવર્ડ્સને પ્રથમ વખત ટી-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બંને ખેલાડીઓએ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નથી, પરંતુ તેઓ અગાઉ ભારત પ્રવાસ દરમિયાન વ્હાઇટ-બોલ ટીમમાં હતા.

બ્રિસ્બેન હીટના બેટ્સમેન મેથ્યુ રેનશો પણ પાકિસ્તાન સામેના તેમના ટી-20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ માટે દાવેદાર છે. તાજેતરના બિગ બેશ સિઝનમાં તેમના પ્રભાવશાળી પ્રદર્શનનું ફળ મળ્યું છે. રેનશોએ છેલ્લા બે બીબીએલ સિઝનમાં 604 રન બનાવ્યા છે અને તેની સરેરાશ 35.53 છે.

જેક એડવર્ડ્સ હાલમાં સિડની સિક્સર્સ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, તેણે વર્તમાન બીગ બેશમાં 15 વિકેટ લીધી છે. દરમિયાન, 20 વર્ષીય માહલી બીયર્ડમેને તેની પ્રથમ સંપૂર્ણ બીબીએલ સિઝનમાં આઠ વિકેટ સાથે પર્થ સ્કોર્ચર્સને ટોચના સ્થાને પહોંચવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

બીબીએલ 15 ફાઇનલમાં રમનારા ખેલાડીઓ ટુર્નામેન્ટ સમાપ્ત થયા પછી પાકિસ્તાનમાં ટીમમાં જોડાશે.

પસંદગી સમિતિના અધ્યક્ષ, જ્યોર્જ બેલીએ જણાવ્યું હતું કે, આ શ્રેણી પસંદગીની ધાર પર રહેલા ખેલાડીઓ માટે એક શ્રેષ્ઠ તક છે. તે કેટલાક યુવા ખેલાડીઓને તેમની વર્લ્ડ કપ ટીમ સાથે અનુભવ મેળવવાની તક પણ પૂરી પાડશે.

પાકિસ્તાન સામેની શ્રેણીની ત્રણ ટી-20 મેચ 29, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. આ પ્રવાસ પરના 17 ખેલાડીઓમાંથી દસ ખેલાડીઓ પણ ટી-20 વર્લ્ડ કપ ટીમનો ભાગ છે.

ઓસ્ટ્રેલિયાને વિશ્વાસ છે કે, જોશ હેજલવુડ (હેમસ્ટ્રિંગ અને એચિલીસ ઇજાઓ) અને ટિમ ડેવિડ (હેમસ્ટ્રિંગ) ટી-20 વર્લ્ડ કપની શરૂઆત માટે ફિટ થઈ જશે. દરમિયાન, ટીમ મેનેજમેન્ટ પેટ કમિન્સની પીઠની ઇજામાંથી સ્વસ્થ થવા માટે ધીરજ રાખી રહ્યું છે અને આશા રાખે છે કે, તે ટુર્નામેન્ટના અંતિમ તબક્કામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.

ટી-20 વર્લ્ડ કપમાં, ઓસ્ટ્રેલિયા તેની ગ્રુપ મેચ શ્રીલંકામાં રમશે, જ્યારે ટીમ સુપર 8 તબક્કામાં પહોંચ્યા પછી ભારતનો પ્રવાસ કરશે.

પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાની ટી-20 ટીમ:

મિચેલ માર્શ (કેપ્ટન), સીન એબોટ, ઝેવિયર બાર્ટલેટ, માહલી બીર્ડમેન, કૂપર કોનોલી, બેન ડવાશુઇસ, જેક એડવર્ડ્સ, કેમેરન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેથ્યુ કુહનેમેન, મિચ ઓવેન, જોશ ફિલિપ, મેથ્યુ રેનશો, મેટ શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ અને એડમ જમ્પા.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande