મગદલ્લા-હજીરા બોટ સ્પર્ધામાં મોટી દુર્ઘટના ટળી, મધદરિયે હોડી પલટી છતાં નાવિકોનો ચમત્કારિક બચાવ
સુરત, 19 જાન્યુઆરી (હિ.સ.) સુરતના દરિયાકાંઠે આયોજિત 45મી મહાજન સ્મારક સમુદ્ર સઢવાળી હોડી સ્પર્ધા દરમિયાન મોટી દુર્ઘટના ટળી હતી. મગદલ્લા-હજીરા બોટ સ્પર્ધા દરમિયાન મધદરિયે હોડી પલટી મારતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, તરવૈયા નાવિકોની સતર્કતા
મગદલ્લા-હજીરા બોટ સ્પર્ધામાં મોટી દુર્ઘટના ટળી


સુરત, 19 જાન્યુઆરી (હિ.સ.) સુરતના દરિયાકાંઠે આયોજિત 45મી મહાજન સ્મારક સમુદ્ર સઢવાળી હોડી સ્પર્ધા દરમિયાન મોટી દુર્ઘટના ટળી હતી. મગદલ્લા-હજીરા બોટ સ્પર્ધા દરમિયાન મધદરિયે હોડી પલટી મારતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, તરવૈયા નાવિકોની સતર્કતા અને કુશળતાના કારણે તમામ નાવિકોનો ચમત્કારિક બચાવ થયો હતો.

સુરત જિલ્લા વહીવટીતંત્ર તથા ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા હજીરા રો-રો ફેરીથી મગદલ્લા પોર્ટ સુધી 21 કિલોમીટર લાંબી હોડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 10 સઢવાળી હોડીઓએ ભાગ લીધો હતો.સ્પર્ધા દરમિયાન પવનની તેજ ગતિ અને અન્ય કારણોસર ત્રણ હોડીઓ પલટી મારતા દુર્ઘટના સર્જાઈ હતી. હોડી પલટી જતા પર હાજર લોકો ચોંકી ઉઠ્યા હતા. જોકે, સમયસર બચાવ કામગીરી શરૂ થતાં તમામ નાવિકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બચાવ કામગીરીના દ્રશ્યો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande