વડોદરામાં કફ સીરપ પીધા બાદ 5 વર્ષની બાળકીનું મોત,પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું
વડોદરા,19 જાન્યુઆરી (હિ.સ.) વડોદરામાં કફ સીરપ પીધા બાદ 5 વર્ષની બાળકીનું મોત,પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું.વડોદરા શહેરમાં પાંચ વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બાળકીના માસીએ ગંભીર આક
વડોદરામાં કફ સીરપ પીધા બાદ 5 વર્ષની બાળકીનું મોત,પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું


વડોદરા,19 જાન્યુઆરી (હિ.સ.) વડોદરામાં કફ સીરપ પીધા બાદ 5 વર્ષની બાળકીનું મોત,પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું.વડોદરા શહેરમાં પાંચ વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બાળકીના માસીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, મેડિકલ સ્ટોરમાંથી લાવેલી શરદી-ખાંસીની સિરપ પીવડાવ્યા બાદ બાળકીની તબિયત એકાએક લથડી હતી, જે તેના મૃત્યુનું કારણ બની છે.

વડોદરામાં પાંચ વર્ષીય બાળકી ધ્યાની ઠક્કર વડોદરા ખાતે તેના દાદા-દાદી સાથે રહેતી હતી. માતા-પિતાની ગેરહાજરીમાં દાદા-દાદી અને અન્ય સંબંધીઓ જ તેની સંભાળ રાખતા હતા. આ માસૂમ બાળકી પરિવારના સભ્યો માટે વહાલી હતી.

ધ્યાનીને સામાન્ય શરદી અને ખાંસીની તકલીફ થઈ હતી. આથી તેના પિતરાઈ કાકા પોતાના મેડિકલ સ્ટોર પરથી શરદી-ખાંસીની સિરપ લઈ આવ્યા હતા. બાળકીને આ સિરપ પીવડાવવામાં આવી હતી. પરંતું, થોડા જ સમયમાં તેની શારીરિક સ્થિતિ બગડવા લાગી હતી. તબિયત વધુ લથડતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પૂર્વે જ માસૂમ ધ્યાનીએ અંતિમ શ્વાસ લીધા હતા.

આ બનાવની જાણ થતાં જ બાળકીના માસી અને અન્ય સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

પોલીસે બનાવની વિગતો મેળવી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા બી ડિવિઝનના એ.સી.પી. આર.ડી.કવા તાત્કાલિક ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા હતા. તેમણે શોકતુર પરિવારની મુલાકાત લઈ સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande