
જામનગર, 02 જાન્યુઆરી (હિ.સ.) જામનગર તાલુકાના સચાણા ગામમાં પૈસાની લેતી દેતીના મામલે માછીમારોના બે જૂથ વચ્ચે ધીંગાણું થયું હતું, જેમાં એક યુવાનની હત્યા નિપજી હતી, અને અન્ય નવ વ્યક્તિ ઘાયલ થઈ હતી. જે મામલે હત્યા સહિતની કલમ હેઠળ 14 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જે પૈકીના સાત આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. દરમિયાન તે આરોપીઓ પૈકીના જિલાની અસગરભાઈ બુચડ નામના માછીમાર યુવાને પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં હુમલા અંગેની વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં પંચકોશી એ. ડિવિઝનના પી.આઇ. અને તેઓની ટીમે હાજી બચુભાઈ કક્કલ, ઓસમાણ હુસેનભાઇ સોઢા, જાફર ઈસ્માઈલ સંઘાર, નવાજ ઓસમાણભાઈ સોઢા, અકબર બચુભાઇ કક્કલ, અસગર બચુભાઈ કક્કલ, હુસેન આમદભાઈ કક્કલ, અને જુમ્મા ઇસ્માઈલ કકલ સામે ગુનો નોંધ્યો છે. જેમાં મોટાભાગના આરોપીઓ હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તમામ ઉપર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt