જિલ્લા મેજિસ્ટ્રેટએ પાસા ધારા હેઠળ એકી સાથે પાંચ આરોપીને જેલના હવાલે કર્યા
સોમનાથ,02 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ગેરકાયદેસર દારૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરૂદ્ધ જિલ્લા મેજિસ્ટ્રટ એન . વી. ઉપાધ્યાય દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. ઊના તાલુકાના રહેવાસી રોહિ
જિલ્લા મેજિસ્ટ્રેટએ પાસા ધારા હેઠળ એકી સાથે પાંચ આરોપીને જેલના હવાલે કર્યા


સોમનાથ,02 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ગેરકાયદેસર દારૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરૂદ્ધ જિલ્લા મેજિસ્ટ્રટ એન . વી. ઉપાધ્યાય દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. ઊના તાલુકાના રહેવાસી રોહિત ઉર્ફે નાનો રોહિત ડાયાભાઈ વાજા, રોહિત ઉર્ફે મોટો રોહિત મોહનભાઈ વાજા ,વિજય રામશીભાઇ ચુડાસમા, રણજી ઉર્ફે કોટવાર નાનુભાઈ પામક ,જગદીશ ઉર્ફે ટીકુ હમીર બાંભણીયા નામના ઈશમો દ્વારા તેઓના સહઆરોપી સાથે મળીને ભારતીય બનાવટીનો વિપુલ પ્રમાણમાં કિ.રૂ. 11,05,125 નો પ્રોહીબીશનનો મુદ્દામાલને હેરફેર કરવાની પ્રવૃતિમાં પકડાયેલા. જે અંગેની નવાબંદર મરીન પો. સ્ટે.માં તેઓ વિરુદ્ધ એફ.આઇ.આર. પણ નોંધાયેલ હતી.

આ ઈશમો ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ થવાના તેમજ તેની આવી ગેરકાયદેસરની પ્રવુત્તિથી લોકોના જાહેર સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પહોંચતી હોય તેવા કારણો જણાતા તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્ત્યો કરતો અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટએ 1 જાન્યુઆરી,2026 ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા તમામ આરોપીઓને અમદાવાદ, સુરત, વડોદરા અને ભુજ ખાતે આવેલ જેલના હવાલે કરવામાં આવેલ હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande