
ગીર સોમનાથ 2 જાન્યુઆરી (હિ.સ.) ચોરવાડ ગામે યુવા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને શિવલક્ષ્મી શક્તિ ફરસાણ ચોરવાડના સહયોગથી તથા પ્રમુખ કાનજીભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષમાં બે વખત યોજાતા આ સેવાભાવી કેમ્પમાં એકત્ર થયેલી રક્તની બોટલો થેલેસેમીયા ગ્રસ્ત દીકરી નેઅર્પણ કરવામાં આવે છે. કેમ્પમાં ચોરવાડ પાલિકાના પૂર્વ પ્રમુખ હીરાભાઈ ચુડાસમા, ઉપપ્રમુખ દિલીપભાઈ શાહ સહિત પાલિકાના સભ્યો, શહેરના આગેવાનો, સેવાભાવી યુવાનો અને વડિલોની ઉપસ્થિતિ રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ