
પોરબંદર, 02 જાન્યુઆરી (હિ.સ.) પોરબંદરના માધવપુર ખાતેથી એક મહિલા તેના પાંચ વર્ષના પુત્ર સાથે ગુમ થઇ જતા પોલીસે તેને સુરત ખાતેથી શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યુ છે. એલ.સી.બી. ટીમ પોરબંદર તથા માધવપુર પોલીસ સ્ટાફના માણસો દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી માધવપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જાણવા જોગ મુજબ ગુમ થનાર વર્ષાબેન રતિલાલ જેઠાભાઇ માવદિયા તથા મિતાંશ રતિલાલ માવદિયા રહે. માધવપુર ગામ તા.જિ.પોરબંદરવાળાઓને સુરત ખાતેથી શોધી કાઢી માધવપુર પોલીસ સ્ટેશન લાવી તેના પરિવાર સાથે મિલન કરાવી સોપી આપી પ્રશંસનીય કામગીરી કરી ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ તે સુત્રને સાર્થક કરેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર કે.એન. ઠાકરીયા, માધવપુર પોલીસ સ્ટેશન તથા પોરબંદર ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર.કે.કાંબરીયા, એ.એસ.આઇ. એમ. કે. માવદિયા, રાજેન્દ્ર જોષી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા એલ.સી.બી. ટીમ પોરબંદર તથા માધવપુર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.વી. દેગામા તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેષ એમ.ડોડીયા તે રીતના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya