સુરતમાં કામરેજના ધોરણપારડી ખાતે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેતા મંત્રી ડો. મનીષાબેન વકીલ
સુરત, 02 જાન્યુઆરી (હિ.સ.) : સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી ડો.મનીષાબેન વકીલે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણપારડી ખાતે આંગણવાડી કેન્દ્ર-1 અને 2ની મુલાકાત લીધી હતી. આ અવસરે મંત્રી ડો. મની
Surat


સુરત, 02 જાન્યુઆરી (હિ.સ.) : સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી ડો.મનીષાબેન વકીલે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણપારડી ખાતે આંગણવાડી કેન્દ્ર-1 અને 2ની મુલાકાત લીધી હતી.

આ અવસરે મંત્રી ડો. મનીષાબેન વકીલે બાળકોને મળતા આહારની ગુણવત્તા અને તેના પોષણ મૂલ્યો અંગે ઝીણવટભરી તપાસ કરી જરૂરી સૂચનો આપ્યા હતા. આંગણવાડી કેન્દ્રની ભૌતિક સુવિધાઓ, સ્વચ્છતા અને શૈક્ષણિક માહોલની સમીક્ષા કરી હતી. આ તકે આંગણવાડીના ભૂલકાઓ સાથે ભાવનાત્મક સંવાદ સાધી તેમણે આંગણવાડીના બાળકોને શ્રેષ્ઠ વાતાવરણ મળી રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. બાળકોના સર્વાંગી વિકાસ માટે 'પોષણ' સૌથી મહત્વનું પાસું ગણાવી મંત્રીએ ધોરણપારડી ખાતેની આંગણવાડી-1 અને આંગણવાડી-2 માં અભ્યાસ કરતા 44 બાળકોને અપાતા પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને રમત-ગમતની પ્રવૃત્તિઓમાં તેમણે રસ દાખવ્યો અને બાળકોની ક્ષમતાને બિરદાવી હતી. આંગણવાડીની કામગીરી, બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ સ્તરની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

આ પ્રસંગે સુરતના મહિલા અને બાળ અધિકારી આર.એન.ગામીત, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી ડી.પી. વસાવા સહિત આંગણવાડીની બહેનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande