સુત્રાપાડા કોલેજના પ્રિન્સિપાલ રાજેશભાઈ પાઠકે 125મી વાર ગિરનાર પર્વતારોહણ કર્યું
ગીર સોમનાથ, 02 જાન્યુઆરી (હિ.સ.) : સુત્રાપાડા કોલેજના પ્રિન્સિપાલ રાજેશભાઈ પાઠકે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વધુ એક વખત ગિરનાર પર્વત પર ચઢીને 125મી વાર મા અંબાજી તથા ગુરુ દત્તાત્રેયના પાવન દર્શન કરી ધાર્મિક આસ્થાની ધન્યતા અનુભવી હતી. આ પર્વતાર
કોલેજના પ્રિન્સિપાલ રાજેશભાઈ પાઠકે


ગીર સોમનાથ, 02 જાન્યુઆરી (હિ.સ.) : સુત્રાપાડા કોલેજના પ્રિન્સિપાલ રાજેશભાઈ પાઠકે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વધુ એક વખત ગિરનાર પર્વત પર ચઢીને 125મી વાર મા અંબાજી તથા ગુરુ દત્તાત્રેયના પાવન દર્શન કરી ધાર્મિક આસ્થાની ધન્યતા અનુભવી હતી. આ પર્વતારોહણ દરમિયાન તેમની સાથે સ્ટાફમિત્રો પ્રદીપસિંહ ડોડીયા, પંપાણીયાભાઈ તેમજ અન્ય સ્નેહી મિત્રો જોડાયા હતા. રાજેશભાઈ પાઠક દ્વારા ગિરનાર પર સતત અને નિયમિત રીતે કરવામાં આવતું પર્વતારોહણ તેમના ધાર્મિક ભાવ, શારીરિક તંદુરસ્તી તથા આત્મિક શાંતિનું ઉત્તમ ઉદાહરણ ગણાય છે. ૧૨૫મી વાર ગિરનાર પર્વતારોહણ પૂર્ણ કરવું એક પ્રશંસનીય અને પ્રેરણાદાયક સિદ્ધિ માનવામાં આવે છે.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ તેમજ સંસ્થાના પ્રમુખ દિલીપસિંહ બારડ દ્વારા રાજેશભાઈ પાઠકને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમના સ્વાસ્થ્ય, દીર્ઘાયુ તથા આવનારા સમયમાં પણ આવી જ ધાર્મિક પ્રવૃત્તિ સતત ચાલુ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande