
પોરબંદર, 02 જાન્યુઆરી (હિ.સ.) પોરબંદરના જાણીતા તસ્વીરકાર જીતેન્દ્રસિંહ સોઢા દ્વારા 'દરિયાની રેતમાં રમતું નગર પોરબંદર' પુસ્તક લખવામાં આવ્યું છે જેનું આગામી 3 જાન્યૂઆરી શનિવારના રોજ પોરબંદરના દરિયા કિનારા પાસે આવેલા ગાંધી સ્મૃતિભવન ખાતે કવિ સંમેલન સાથે પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમાં પોરબંદરના જાણીતા ઇતિહાસ વિદ નરોત્તમ પલાણ હસ્તક વિમોચન કરવામાં આવશે.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા, પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણી, પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા, પોરબંદર મનપા કમિશ્નર હસમુખ પ્રજાપતિ તેમજ જાણીતા આંખના સર્જન મનોજ જોશી વિશેષ ઉપસ્થિત રહેશે તેમજ અમદાવાદના જાણીતા કવિ ભાવિન ગોપાણી અને ભાવેશ ભટ્ટ તેમજ પોરબંદરના જાણીતા કવિ સ્નેહલ જોશી ઉપસ્થિત દર્શકોને કાવ્ય રસમાં તરબળતોર કરશે.
આ પ્રસંગે 3 જાન્યુઆરી શરણીવારના રોજ સાંજે 6 કલાકે ગાંધી સ્મૃતિભવન ખાતે ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રમુખ લાખણસી ગોરાણીયા અને મંત્રી સ્નેહલ જોશી દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya