
પોરબંદર, 02 જાન્યુઆરી (હિ.સ.) પોરબંદર શહેરમા કોમર્સિયલ બાંધકામને લઈ વિવાદ ચાલી રહ્યો છે ભુતકાળમા બંધકામ માટેની જે મંજુરી આપાવામા આવી હતી તે અડેધડ આપવામા આવી હતી જેના કારણે હાલ પાર્કિંગને લઈ સમસ્યા જોવા મળી રહ્યાના આક્ષેપો થઈ રહ્યા છે પોરબંદર હવે મહાનગર બન્યુ છે ત્યારે રસ્તો પહોળા કરવાની કામગીરી મનપા દ્રારા શરૂ કરી દેવામા આવી છે .
શહેરના શહેરના સુદામાચોક, બંગડી બજાર, ડ્રિમલેન્ડ સિનેમા સહીતના વિસ્તારમાં રેકડી કેબીન દુર કરવામા આવી છે જેના કારણે ખાસ કરીને બંગળી બજાર, સુદામાચોક અને મદ્રેસા સ્કુલ આસપાસથી રેકડી કેબીન દુર કરવામા આવી હતી હવે રેકડી કેબીનો દુર થતા તેમજ કેટલાક વેપારીઓ દ્રારા લોખંડની જાળી અને પથ્થરો મુકવામા આવ્યા હતા જેના કારણે ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હતી પરંતુ મનપા અને પોલીસ દ્રારા રેકડી કેબીનો દુર કરવામા આવતા હવે વાહનચાલકો અને રાહદારીઓની મુશ્કેલી દુર થઈ છે હવે આરામથી ચાલી શકે તો છે તો વાહન પાર્કિંગને લઈ પણ કોઈ સમસ્યા જોવા મળતી નથી મનપા અને પોલીસની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે તો બીજી તરફ રેકડી કેબીન રાખી અને વર્ષોથી આજીવિકા રળતા નાના ધંધાર્થીઓની પણ મુશ્કેલી વધી છે પોરબંદરમા મોટા કોઈ ઉદ્યોગો નથી ત્યારે નાના ધંધાર્થીની મુશ્કેલી માટે મનપા દ્રારા સર્વેની કામગીરી હાથ ધરવામા આવી છે અને આગામી દિવસોમા વૈકલ્પિક જગ્યા પણ આપવામા આવશે તેવુ જાણાવા મળી રહ્યુ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya