
ઢાકા, નવી દિલ્હી, 20 જાન્યુઆરી (હિ.સ.): બાંગ્લાદેશની એક ખાનગી યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ એશિયા પેસિફિક (યુએપી) એ બે શિક્ષકો, સહાયક પ્રોફેસર લાઇકા બશીર અને એસોસિયેટ પ્રોફેસર ડૉ. એએસએમ મોહસીનને, ઈશ નિંદા અને આવામી લીગના સમર્થનના આરોપો બાદ નોકરીમાંથી છુટા કર્યા છે. યુનિવર્સિટીના પ્રવક્તા સાદિક હસન પલાશે, આ સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું કે, શનિવારે તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે.
ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, લાઇકા બશીર મૂળભૂત વિજ્ઞાન અને હ્યુમીનીટી વિભાગના અને ડૉ. એએસએમ મોહસીન પણ તે જ વિભાગના વડા હતા. બંને શિક્ષકોએ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે, યુનિવર્સિટી મેનેજમેન્ટના એક પ્રભાવશાળી વર્ગના કારણે આ ઘટના ઉદ્ભવી છે. કેટલાક વિદ્યાર્થીઓ અને જાહેર જનતાએ આરોપ લગાવ્યો છે કે, વિરોધ પ્રદર્શનની આડમાં કાઢી મૂકવામાં આવ્યા હતા. આ ઘટનાની સોશિયલ મીડિયા પર વ્યાપક ટીકા થઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ