છૂટાછેડાની અફવાઓનો જવાબ આપતા નેહા કક્કડે લોકોને વિનંતી કરી કે, તેઓ તેમના પતિને વિવાદમાં ન ખેંચે.
નેહા કક્કડ
નેહા


નવી દિલ્હી, 20 જાન્યુઆરી (હિ.સ.) પ્રખ્યાત ગાયિકા નેહા કક્કડે તાજેતરમાં, સોશિયલ મીડિયા પર

શેર કરેલી એક રહસ્યમય પોસ્ટથી હેડલાઇન્સમાં ચમકી હતી. તેણીએ થોડા સમય માટે તેના

કાર્ય જીવન અને અંગત સંબંધોથી વિરામ લેવાનો સંકેત આપ્યો હતો, પરંતુ થોડા સમય

પછી પોસ્ટ કાઢી નાખી. આ પગલાથી સોશિયલ મીડિયા પર પતિ રોહનપ્રીત સિંહ સાથેના તેના

સંબંધો વિશે અટકળો શરૂ થઈઅને છૂટાછેડાની અફવાઓ પણ તીવ્ર બની.

જેમ જેમ આ મુદ્દો વધતો ગયો, નેહાએ એક નવી પોસ્ટ દ્વારા પરિસ્થિતિ સ્પષ્ટ

કરી. તેણીએ લોકોને અપીલ કરી કે,” તેણીના પતિ અને પરિવારને વિવાદમાં ન ખેંચે.”

નેહાએ લખ્યું કે,” તેનો પરિવાર હંમેશા તેનો સૌથી મોટો ટેકો રહ્યો છે અને તે આજે જે

પણ છે તે તેમના લીધે જ છે.” તેણીએ એ પણ સ્પષ્ટ કર્યું કે,” તેનો ગુસ્સો ચોક્કસ

વ્યક્તિઓ અને સિસ્ટમ પર હતો, તેના પતિ કે પરિવાર પર નહીં, અને ભાવનાત્મક રીતે પોસ્ટ કરવી ભૂલ હતી.”

નેહાએ વધુમાં કહ્યું કે,” તે આ સમયે તેના અંગત જીવનની ચર્ચા

કરવા માંગતી નથી.” તેણીએ ચાહકોને ખાતરી આપી કે, તે ટૂંક સમયમાં મજબૂત વાપસી કરશે. પહેલાની

પોસ્ટમાં, તેણીએ જવાબદારીઓ, સંબંધો અને

કામમાંથી વિરામ લેવા વિશે વાત કરી હતી, અને મીડિયાને પણ તેણીની ગોપનીયતાનો આદર કરવા અપીલ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande