માન્ચેસ્ટર સિટીએ, ક્રિસ્ટલ પેલેસના ડિફેન્ડર માર્ક ગુએહી સાથે કરાર કર્યા
નવી દિલ્હી, 20 જાન્યુઆરી (હિ.સ.). તેમની રક્ષણાત્મક મુશ્કેલીઓ વચ્ચે માન્ચેસ્ટર સિટીએ, ક્રિસ્ટલ પેલેસના સ્ટાર ડિફેન્ડર માર્ક ગુએહી સાથે કરાર કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. ક્લબે સોમવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ગુએહીએ જૂન 2031 સુધી કરાર ક
ક્રિસ્ટલ પેલેસના સ્ટાર ડિફેન્ડર માર્ક ગુએહી


નવી દિલ્હી, 20 જાન્યુઆરી (હિ.સ.). તેમની રક્ષણાત્મક મુશ્કેલીઓ વચ્ચે માન્ચેસ્ટર સિટીએ, ક્રિસ્ટલ પેલેસના સ્ટાર ડિફેન્ડર માર્ક ગુએહી સાથે કરાર કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. ક્લબે સોમવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ગુએહીએ જૂન 2031 સુધી કરાર કર્યો છે.

25 વર્ષીય ઇંગ્લેન્ડના ડિફેન્ડર માર્ક ગુએહી સપ્ટેમ્બર 2025 ટ્રાન્સફર ડેડલાઇન પર લિવરપૂલમાં જવાની નજીક હતા, પરંતુ તે કરાર છેલ્લી ઘડીએ પડી ગયો. હવે, ગુએહી માન્ચેસ્ટર સિટીની જર્સીમાં જોવા મળશે.

ગુએહીએ મે મહિનામાં એફએ કપ ફાઇનલમાં માન્ચેસ્ટર સિટી સામે ટાઇટલ જીતવા માટે ક્રિસ્ટલ પેલેસનું નેતૃત્વ કર્યું હતું. તેમણે અત્યાર સુધી ઇંગ્લેન્ડ માટે 26 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

માન્ચેસ્ટર સિટીના મેનેજર પેપ ગાર્ડિઓલાએ, તાજેતરમાં ડિફેન્સમાં ખેલાડીઓની અછત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સિટી માટે એક મોટો પડકાર છે, જે પ્રીમિયર લીગમાં બીજા સ્થાને છે, આર્સેનલથી સાત પોઇન્ટ પાછળ છે.

ગુએહીના કરાર પહેલા, ગાર્ડિઓલાએ કહ્યું હતું કે, જોન (સ્ટોન્સ), રુબેન (ડાયસ) અને જોસ્કો (ગાર્ડિઓલ) વિના આપણે મુશ્કેલ પરિસ્થિતિમાં છીએ, અને આ ફક્ત એક મેચનો મુદ્દો નથી, પરંતુ લાંબા ગાળાની સમસ્યા છે. રુબેન ટૂંક સમયમાં પાછો ફરશે, પરંતુ જોસ્કો નહીં. અમને જોન વિશે આશા છે.

માર્ક ગુએહીના આગમનથી, માન્ચેસ્ટર સિટીનો બચાવ મજબૂત થવાની અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande