ધારીમાં વિકાસને વેગ: આંબરડી–ભરડ બ્રિજના રૂ. 13 કરોડના કામનું ખાતમુહૂર્ત
અમરેલી, 03 જાન્યુઆરી (હિ.સ.) ધારી તાલુકાના આંબરડીથી ભરડ ગામને જોડતા મહત્વપૂર્ણบรિજના નિર્માણની લાંબા સમયથી ચાલી રહેલી માંગને પૂર્ણ કરતાં આજે રૂ. 13 કરોડના ખર્ચે બનનાર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ બ્રિજના નિર્માણથી બંને ગામો સહિત આસપાસના વિ
ધારીમાં વિકાસને વેગ: આંબરડી–ભરડ બ્રિજના રૂ. 13 કરોડના કામનું ખાતમુહૂર્ત


ધારીમાં વિકાસને વેગ: આંબરડી–ભરડ બ્રિજના રૂ. 13 કરોડના કામનું ખાતમુહૂર્ત


અમરેલી, 03 જાન્યુઆરી (હિ.સ.) ધારી તાલુકાના આંબરડીથી ભરડ ગામને જોડતા મહત્વપૂર્ણบรિજના નિર્માણની લાંબા સમયથી ચાલી રહેલી માંગને પૂર્ણ કરતાં આજે રૂ. 13 કરોડના ખર્ચે બનનાર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ બ્રિજના નિર્માણથી બંને ગામો સહિત આસપાસના વિસ્તારોના લોકોને આવાગમનમાં સુવિધા મળશે અને વિકાસને નવી ગતિ મળશે.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં દાનેવધામ સ્થળના લઘુમહંત મહાવિરબાપુ, તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હીરપરા, તાલુકા અને જિલ્લા પંચાયતના હોદેદારો, પદાધિકારીઓ, ગામના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત જે.વી. કાકડીયાએ જણાવ્યું કે આ બ્રિજ માત્ર માર્ગ નથી પરંતુ વિસ્તારના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસનો મજબૂત આધાર બનશે. વરસાદી સમયમાં થતી અવરજવર મુશ્કેલી હવે દૂર થશે અને ખેડૂતો, વિદ્યાર્થીઓ તથા વેપારીઓને સીધો લાભ મળશે.

ગ્રામજનોએ બ્રિજના ખાતમુહૂર્ત બદલ આનંદ વ્યક્ત કરી સરકાર અને જનપ્રતિનિધિઓનો આભાર માન્યો હતો. આ વિકાસ કાર્યથી ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વધશે અને સર્વાંગી વિકાસને વધુ બળ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande