બાબરાના ભીલા – ભીલડી રીસર્ફેસીંગ માર્ગનું રૂ. 40 લાખના ખર્ચે ધારાસભ્ય જનક તળાવિયા દ્વારા ખાતમુહૂર્ત
અમરેલી, 03 જાન્યુઆરી (હિ.સ.)બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિકાસના વઘુ એક કાર્યને ઘારાસભ્ય જનક તળાવીયાની લીલી જંડી રૂ.40 લાખના ખર્ચે થશે રોડની મરામત* બાબરા તાલુકાના ભીલા થી ભીલડી રીસર્ફેસીંગ માર્ગના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 40 લ
બાબરાના ભીલા – ભીલડી રીસર્ફેસીંગ માર્ગનું રૂ. 40 લાખના ખર્ચે ધારાસભ્ય જનક તળાવિયા દ્વારા ખાતમુહૂર્ત*


અમરેલી, 03 જાન્યુઆરી (હિ.સ.)બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિકાસના વઘુ એક કાર્યને ઘારાસભ્ય જનક તળાવીયાની લીલી જંડી રૂ.40 લાખના ખર્ચે થશે રોડની મરામત* બાબરા તાલુકાના ભીલા થી ભીલડી રીસર્ફેસીંગ માર્ગના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 40 લાખના વ્યયથી નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ માર્ગ પ્રોજેક્ટનું ભવ્ય ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના કરકમલેથી શુભ મુહૂર્તે સંપન્ન થયું.

કાર્યક્રમને સંબોધતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ગ્રામ્યરસ્તાઓનો વિકાસ એ ગ્રામ્ય પ્રગતિનું મુખ્ય પાયુ છે. ભીલા થી ભીલડી રીસર્ફેસીંગ માર્ગનું સુધારીકરણ પૂર્ણ થતા લોકો માટે મુસાફરી વધુ ઝડપી, સુરક્ષિત અને આરામદાયક બનશે. આ માર્ગ ગ્રામ્ય આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે, ખેતી–ખરાપત જેવા વ્યવસાયોને બજાર સાથે વધુ સક્ષમ રીતે જોડશે અને ગામોના સર્વાંગી વિકાસમાં પરિવર્તન લાવશે.

ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં પણ આ પ્રકારના અનેક વિકાસ કાર્યો અમલમાં મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનોને સીધો લાભ મળશે તથા આસપાસના વિસ્તાર માટે નવો વિકાસમાર્ગ ખુલશે.

ખાતમુહૂર્ત પ્રસંગે જીલ્લા ભાજપ મહામંત્રી, જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ મહામંત્રી, પંચાયતના પ્રતિનિધિઓ, ગામના સરપંચશ્રી, સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આ વિકાસકાર્ય માટે આનંદ વ્યક્ત કર્યો અને ધારાસભ્યની પ્રશંસા કરી.

આ કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક જનતાએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો અને વિકાસયાત્રામાં સતત સાથે રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande