સાવરકુંડલામાં વરિષ્ઠ નાગરિકો માટે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
અમરેલી,03 જાન્યુઆરી (હિ.સ.) મહેતા રામજીભાઈ અમરશીભાઈ સાર્વજનિક સેનેટોરિયમ ટ્રસ્ટ, સાવરકુંડલાના સંપૂર્ણ સહયોગથી Indian Red Cross Society, સાવરકુંડલા દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય શિબિ
સાવરકુંડલામાં વરિષ્ઠ નાગરિકો માટે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો


અમરેલી,03 જાન્યુઆરી (હિ.સ.) મહેતા રામજીભાઈ અમરશીભાઈ સાર્વજનિક સેનેટોરિયમ ટ્રસ્ટ, સાવરકુંડલાના સંપૂર્ણ સહયોગથી Indian Red Cross Society, સાવરકુંડલા દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય શિબિરમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળતા સેવાભાવ અને માનવતાની ભાવનાનો અનુભવ થયો.

આ કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો. તેમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ, હાડકા તથા અન્ય સામાન્ય રોગોની નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સાથે જ નિષ્ણાત તબીબો દ્વારા જરૂરી તબીબી સલાહ, દવાઓ અંગે માર્ગદર્શન અને આરોગ્ય જાગૃતિ આપવામાં આવી, જે તેમની તંદુરસ્તી અને સુખાકારી માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાળા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આવા આરોગ્ય શિબિરોને સમાજ માટે આવશ્યક ગણાવી આયોજકો, તબીબો અને સ્વયંસેવકોની સેવાભાવનાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે સમાજના અંતિમ પડાવ સુધી આરોગ્યસેવા પહોંચે તે માટે આવા માનવીય પ્રયાસો સતત ચાલતા રહેવા જોઈએ.

આ આરોગ્ય કેમ્પ સમાજમાં સેવા, સંવેદના અને સહકારનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો, જેને સ્થાનિક નાગરિકોએ પણ ભારે આવકાર આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande