
ગીર સોમનાથ, 3 જાન્યુઆરી (હિ.સ.) : સમગ્ર જિલ્લામાં ‘નેશનલ રોડ સેફ્ટી મંથ-૨૦૨૬’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગ રૂપે વેરાવળ એસ.ટી. ડેપો ખાતે ડેપો ડ્રાઈવરો સહિતના કર્મચારીઓની નિઃશૂલ્ક મેડિકલ તપાસ કરવામાં આવી હતી.
જી.એસ.આર.ટી.સી અને આયુષ હોસ્પિટલ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ડેપોના ડ્રાઇવર/ કન્ડક્ટર/મિકેનીક/ વહીવટી ટ્રાફિક સ્ટાફ / એપ્રેન્ટિસ સહિતના તમામ કર્મચારીઓની ફ્રી મેડિકલ તપાસ કરવામાં આવી હતી.
આ ચેકઅપ કેમ્પમાં બ્લડપ્રેશર, શુગર, ઓક્સિજન લેવલની ચકાસણી કરવામાં આવી હતી. આ કેમ્પમાં ૯૦ થી વધુ કર્મચારીઓએ લાભ લીધો હતો. આયુષ હોસ્પિટલના મેડિકલ સ્ટાફ દ્વારા આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને નિયમિત મેડિકલ ચકાસણી કરવા અનુરોધ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ