ગીર સોમનાથ જિલ્લામાં અધૂરો અભ્યાસ છોડી શાળાએ ન જતા ૨૩૨ છાત્રોને પુન: અભ્યાસ માટે બેસાડાશે, ડોર ટૂ ડોર સર્વેક્ષણ
ગીર સોમનાથ 3 જાન્યુઆરી (હિ.સ.) સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા- જુદા કારણોથી શાળા છોડી ગયેલા કે અન્ય કારણોસર શાળાએ ન જતા ૬ થી ૧૮ વર્ષની વય જૂથના બાળકો જેઓ કોઈ કારણોસર પોતાનું ધોરણ ૧થી ૧૨નું શિક્ષણપૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોનો સર્વે કરી તેમની
ગીર સોમનાથ જિલ્લામાં અધૂરો અભ્યાસ છોડી શાળાએ ન જતા ૨૩૨ છાત્રોને પુન: અભ્યાસ માટે બેસાડાશે, ડોર ટૂ ડોર સર્વેક્ષણ


ગીર સોમનાથ 3 જાન્યુઆરી (હિ.સ.) સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા- જુદા કારણોથી શાળા છોડી ગયેલા કે અન્ય કારણોસર શાળાએ ન જતા ૬ થી ૧૮ વર્ષની વય જૂથના બાળકો જેઓ કોઈ કારણોસર પોતાનું ધોરણ ૧થી ૧૨નું શિક્ષણપૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોનો સર્વે કરી તેમની ઓળખ, નામાંકન અને મુખ્યધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવામાં આવી રહી છે.

આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણાધિકારી અશોક પટેલના માર્ગદર્શન હેઠળ ૬થી ૧૮ વર્ષની વયનુ કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટેનુ અભિયાન હાથ ધરાયું છે. આ કામગીરી અંતર્ગત શિક્ષકો, આચાર્ય બીઆરસી કો-ઓર્ડીનેટર સહિતના શૈક્ષણિક સ્ટાફ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અભ્યાસ અધૂરો મુકી શાળાએ ન જતા કુલ ૨૩૨ છાત્રાઓ મળ્યાં હતાં. જેમને તુરંત પુનઃ અભ્યાસ માટે જે-તે શાળામાં બેસાડવામાં આવ્યાં છે.

આ સર્વેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, ૬થી ૧૮વર્ષની વયના કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને દરેકને ફરી શાળાની મુખ્યધારા સાથે જોડવામાં આવે અભ્યાસ છોડવા બદલના કારણોમાં વાલીઓની જાગૃતતાનો અભાવ તેમજ બાળકોને અભ્યાસ છોડાવી મજૂરી કામે લઈ જતા હોય તેવું ધ્યાને આવ્યું હતું.

જો કોઇપણ લોકોને જે અભ્યાસ અધૂરો છોડી શાળાએ ન જતુ હોય તેવુ બાળક દેખાય તો તુરંત નજીકની સરકારી શાળા, ક્લસ્ટર અથવા તાલુકા કક્ષાના બીઆરસી ભવન ખાતે જાણ કરવા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande