નિંગાળા-૨માં નવી પ્રાથમિક શાળાનું ખાતમુહુર્ત, ગ્રામ્ય શિક્ષણને મજબૂત આધાર
અમરેલી,03 જાન્યુઆરી (હિ.સ.) આજરોજ ખાંભા તાલુકાના નિંગાળા–૨ મુકામે ગુજરાત સરકાર દ્વારા નવી પ્રાથમિક શાળા મંજૂર થતા તેના નિર્માણ કાર્યનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું. આ નવી શાળા શરૂ થવાથી નિંગાળા–૨ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાળકોને પ્રાથમિક શિક્ષણ
નિંગાળા-૨માં નવી પ્રાથમિક શાળાનું ખાતમુહુર્ત, ગ્રામ્ય શિક્ષણને મજબૂત આધાર


અમરેલી,03 જાન્યુઆરી (હિ.સ.) આજરોજ ખાંભા તાલુકાના નિંગાળા–૨ મુકામે ગુજરાત સરકાર દ્વારા નવી પ્રાથમિક શાળા મંજૂર થતા તેના નિર્માણ કાર્યનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું. આ નવી શાળા શરૂ થવાથી નિંગાળા–૨ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાળકોને પ્રાથમિક શિક્ષણ ગામ સ્તરે જ સુલભ બનશે અને શિક્ષણ માટે દૂર જવાની અસમર્થતા દૂર થશે.

મારા મતક્ષેત્ર રાજુલા–જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં ગુજરાત સરકાર દ્વારા સતત રીતે નવી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી રહી છે, જે સરકારની શિક્ષણ પ્રતિબદ્ધતાનો જીવંત દાખલો છે. ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનું માળખું મજબૂત બને, બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ વધે અને ભવિષ્ય માટે મજબૂત પાયો રચાય તેવા હેતુથી લેવામાં આવેલા આ નિર્ણય બદલ આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે ગુજરાત સરકારનો સહહૃદય આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

ખાતમુહુર્ત કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ગ્રામજનો તથા શૈક્ષણિક સ્ટાફની ઉપસ્થિતિ રહી. સૌએ મળીને આ શાળા નિર્માણને વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. નવી પ્રાથમિક શાળા પૂર્ણ થયા બાદ આધુનિક સુવિધાઓ સાથેનું શૈક્ષણિક વાતાવરણ તૈયાર થશે, જેનાથી બાળકોના સર્વાંગી વિકાસને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande