
જુનાગઢ,03 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢ ગુજરાત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્કૃીત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્રારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે જૂનાગઢ ખાતે ગુજરાત રાજયના યુવક અને યુવતિઓ માટેની અખિલ ગુજરાત ગીરનાર આરોહણ - અવરોહણ સ્પેર્ધા 4 જાન્યુઆરી,2026 ના રોજ યોજાશે. રાતના 1 કલાકથી બપોરના 12 કલાક સુધી ગીરનાર ભવનાથ તળેટીથી અંબાજી મંદિર તરફ જતી ગિરનાર પર્વતની સીડીઓના પગથીયાં ઉપર સ્પર્ધકો સિવાયના અન્ય વ્યક્તિ- યાત્રાળુઓને ગિરનાર પર્વતની સીડીઓના પગથીયાં દ્રારા ઉપર જવા કે નીચે ઉતરવાં ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ