જૂનાગઢમાં તા.૪ જાન્યુઆરીએ મતદારયાદી ખાસ ઝુંબેશ માટે વૈકલ્પિક વ્યવસ્થાના સ્થળો જાહેર કરાયા
જૂનાગઢ, 3 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા તા. ૦૪ જાન્યુઆરી, ૨૦૨૬ (રવિવાર) ના રોજ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ–૩ની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાના અનુસંધાને જૂનાગઢ શહેરના કેટલાક શૈક્ષણિક સંસ્થાઓ ખાત
જૂનાગઢમાં તા.૪ જાન્યુઆરીએ મતદારયાદી ખાસ ઝુંબેશ માટે વૈકલ્પિક વ્યવસ્થાના સ્થળો જાહેર કરાયા


જૂનાગઢ, 3 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા તા. ૦૪ જાન્યુઆરી, ૨૦૨૬ (રવિવાર) ના રોજ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ–૩ની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાના અનુસંધાને જૂનાગઢ શહેરના કેટલાક શૈક્ષણિક સંસ્થાઓ ખાતે પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.

પરંતુ તે જ દિવસે ભારતના ચૂંટણી પંચના મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ શહેરના નિયત મતદાન મથકો પર મતદારયાદી ખાસ ઝુંબેશ યોજાનાર છે.

જો કે, કેટલાક મતદાન મથકો તે જ શાળાઓમાં આવેલ હોવાથી જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન છે, ત્યાં પરીક્ષાની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મતદારયાદી ખાસ ઝુંબેશ માટે વૈકલ્પિક સ્થળોની વ્યવસ્થા કરવામાં આવી છે.

મતદારયાદી ખાસ ઝુંબેશ માટેના વૈકલ્પિક સ્થળોની વ્યવસ્થા મુજબ કાર્મેલ કોન્વેન્ટ હાઇસ્કુલની જગ્યાએ કાર્મેલ કોન્વેન્ટ હાઇસ્કુલના પાછળના ભાગે બાલમંદિર વિભાગ, નોબલ હાઇસ્કુલ, નોબલનગર, બસ સ્ટેન્ડ પાછળની જગ્યાએ નોબલનગર કોમ્યુનિટી હોલ, એકલવ્ય પબ્લિક સ્કુલની જગ્યાએ ઉન્નતી પ્રાયમરી સ્કુલ, બેબીલેન્ડ હાઇસ્કુલની જગ્યાએ ઉન્નતી પ્રાયમરી સ્કુલ, શ્રીમતી આર.જે. કનેરીયા ગર્લ્સ હાઇસ્કુલની જગ્યાએ આર.એસ. કાલરીયા સ્કુલ, આલ્ફા હાઇસ્કુલ રાયજીનગરની જગ્યાએ કોમ્યુનિટી હોલ “સત્સંગ હોલ”, કિશોર એકેડેમી સેકન્ડરી સ્કુલની જગ્યાએ ટીંબાવાડી પ્રાથમિક શાળા, આલ્ફા ઇન્ટરનેશનલ સ્કુલની જગ્યાએ ડો. આંબેડકર ભવન, શ્રીનગર સોસાયટી મધુરમ, ડી.કે. ભરાડ વિદ્યામંદિરની જગ્યાએ તક્ષશીલા વિદ્યાલય અને સ્વ. કે.જી. ચૌહાણ ગર્લ્સ વિદ્યાલયની જગ્યાએ ડો. ભરત બારડ હાઇસ્કુલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.

જૂનાગઢ શહેરના તમામ પાત્ર મતદારોને અનુરોધ કરવામાં આવે છે કે, ઉપર દર્શાવેલ વૈકલ્પિક સ્થળોની નોંધ લઈ મતદારયાદી ખાસ ઝુંબેશનો લાભ લેવા માટે નિર્ધારિત સ્થળે હાજર રહે, તેમજ પોતાના નામની નોંધણી, સુધારા કે સ્થાનાંતરણ જેવી કામગીરી સમયસર પૂર્ણ કરે.તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande