પ્રધાનમંત્રી મોદીએ, ભગવાન બુદ્ધના પિપરાવા અવશેષોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું
નવી દિલ્હી, 3 જાન્યુઆરી (હિ.સ): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે નવી દિલ્હીના રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં ભગવાન બુદ્ધના પવિત્ર પિપરાવા અવશેષોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રદર્શન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવ્ય
બુદ્ધના પવિત્ર અવશેષો


નવી દિલ્હી, 3 જાન્યુઆરી (હિ.સ): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે નવી દિલ્હીના રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં ભગવાન બુદ્ધના પવિત્ર પિપરાવા અવશેષોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રદર્શન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે.

પ્રકાશ અને કમળ: પ્રબુદ્ધ વ્યક્તિના અવશેષો શીર્ષક હેઠળનું પ્રદર્શન, ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના પિપરાવા ગામમાંથી મળેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો, કળશ અને રત્ન અવશેષો પ્રદર્શિત કરે છે. પ્રદર્શનમાં 6ઠ્ઠી સદી બીસીઇથી અત્યાર સુધીના 80 થી વધુ શિલ્પો, હસ્તપ્રતો, થાંગકા અને ધાર્મિક વસ્તુઓનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન ભારતની આધ્યાત્મિક ભાવના અને વૈશ્વિક વારસાના રક્ષણ માટેની તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ અવશેષો 127 વર્ષ પછી, ગયા વર્ષે જુલાઈમાં મંત્રાલય દ્વારા પરત મોકલવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ, રાજદૂતો, રાજદ્વારી કોર્પ્સના સભ્યો, આદરણીય બૌદ્ધ સાધુઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, વિદ્વાનો, વારસા નિષ્ણાતો, કલા જગતના આદરણીય સભ્યો, કલા પ્રેમીઓ, બૌદ્ધ અનુયાયીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અત્યાર સુધીમાં 642 પ્રાચીન વસ્તુઓ ભારત પાછી લાવવામાં આવી છે. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે, વારસાના સંરક્ષણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનુપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande