
પાટણ, 03 જાન્યુઆરી (હિ.સ.)ચાણસ્મા ખાતે નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોની નાણાં ધિરનારી સહકારી મંડળી દ્વારા તેમના સભાસદ સ્વ. ગાંડાભાઈના અવસાન બાદ નિયમ મુજબ તેમના પરિવારને મૃત્યુ સહાય આપવામાં આવી. મંડળીના દરેક સભાસદના ખાતામાંથી ₹200 લેખે રકમ ઉધાર લેવામાં આવી હતી.
આ રીતે કુલ 191 સભાસદો પાસેથી ₹38,200 (આડત્રીસ હજાર બસો) એકત્રિત કરી સહાયનો ચેક સ્વ. ગાંડાભાઈના વારસદાર અ.સૌ. ચંપાબેન દેસાઈ તથા તેમના બંને સુપુત્રોને સુપરત કરવામાં આવ્યો.
ચેક મંડળીની ઓફિસેથી અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળીના પ્રમુખ નાગજીભાઈ દરબાર, મંત્રી ચુનીલાલ યોગી, પેન્શનર મંડળના પ્રમુખ ચંદુભાઈ પટેલ સહિત લાલસિંહભાઈ પરમાર, શંકરભાઈ પટેલ, ઇન્દુમતિબેન રાવલ, રામાભાઈ સથવારા અને અરજણભાઈ રાવળ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ