બાબરાના જીવાપર તેમજ ઇંગોરાળા ગામે પંચાયત ભવનના નિર્માણ કાર્યનું ઘારાસભ્ય જનક તળાવીયાના હસ્તે ખાતમુહૂર્ત
અમરેલી, 03 જાન્યુઆરી (હિ.સ.) બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં ઘારાસભ્ય જનક તળાવીયાની લીલી જંડી જીવાપર તેમજ ઇંગોરાળા ગામે બનશે નવું પંચાયત ભવન બાબરા તાલુકાના જીવાપર તથા ઇંગોરાળા ગામમાં આજે ગામના સર્વાંગી વિકાસની દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યનો પ્રારંભ થય
બાબરાના જીવાપર તેમજ ઇંગોરાળા ગામે પંચાયત ભવનના નિર્માણ કાર્યનું ઘારાસભ્ય જનક તળાવીયાના હસ્તે ખાતમુહૂર્ત*


અમરેલી, 03 જાન્યુઆરી (હિ.સ.) બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં ઘારાસભ્ય જનક તળાવીયાની લીલી જંડી જીવાપર તેમજ ઇંગોરાળા ગામે બનશે નવું પંચાયત ભવન બાબરા તાલુકાના જીવાપર તથા ઇંગોરાળા ગામમાં આજે ગામના સર્વાંગી વિકાસની દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યનો પ્રારંભ થયો. ગામની પ્રગતિ, લોકસેવા અને પ્રશાસનને વધુ મજબૂત બનાવવા માટે થનારા નવા પંચાયત ભવનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ઘારાસભ્ય જનકભાઈ તળાવીયાના વરદ હસ્તે વિધિવત્ રીતે પૂર્ણ થયું.

જીવાપર તેમજ ઇંગોરાળા ગામે વર્ષોથી એક સુવિધાસભર, આધુનિક અને સુવ્યવસ્થિત પંચાયત ભવનની જરૂરિયાત અનુભવી રહી હતી. નવું પંચાયત ભવન બનવાથી— ગ્રામ પંચાયતની તમામ કામગીરી વધુ કાર્યક્ષમ થશે, લોકો માટે સરકારી યોજનાઓ અને સેવા મેળવનામાં સુવિધા અને પારદર્શિતા વધશે, ગામના વિકાસ સંબંધિત બેઠક, આયોજન અને તાલીમ માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે, ગામજનોને દૈનિક પ્રશાસન સંબંધિત કામગીરી માટે એક જ છત નીચે સુવિધા મળશે

ખાતમુહૂર્ત પ્રસંગે ઉદ્દબોધન કરતાં ઘારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર અને તેઓ પોતે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. રાજ્યમાં ગામોની આત્માનિર્ભરતા અને સુશાસન મજબૂત બનાવવા માટે પંચાયત ભવનોનું નિર્માણ અત્યંત જરૂરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જીવાપર અને ઇંગોરાળા ગામ માટે આગામી દિવસોમાં અન્ય વિકાસ કાર્યો પણ હાથ ધરવામાં આવશે જેથી ગામની સુવિધાઓમાં ગતિ મળે.

આ પ્રસંગે જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા ભાજપના પ્રમુખ, તાલુકા ભાજપના મહામંત્રી, ગામના સરપંચશ્રીઓ, ગામના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. સૌએ આ મહત્વપૂર્ણ વિકાસ કાર્યોને હર્ષભેર આવકાર્યા અને ઘારાસભ્યના સતત પ્રયત્નોની પ્રશંસા કરી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande