ગુજરાત એટીએસ એ પકડેલા 3 આતંકીઓના કેસમાં, હવે એનઆઈએ અમદાવાદ યુનિટ તપાસ કરશે
- આઈએસઆઈએસના આતંકીના નેટવર્કની તપાસ કરશે અમદાવાદ,03 ડિસેમ્બર (હિ.સ.) નવેમ્બર 2025માં ગુજરાત એટીએસએ પકડેલા 3 આતંકી ગાંધીનગર-બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયા હતા જે કેસમાં મોટો વળાંક આવ્યો છે. કેન્દ્રીય ગૃહ વિભાગે તપાસ એનઆઈએને સોંપવાનો આદેશ આપ્યો છ
ગુજરાત એટીએસ એ પકડેલા 3 આતંકીનો કેસ હવે એનઆઈએ અમદાવાદ યુનિટ તપાસ કરશે


- આઈએસઆઈએસના આતંકીના નેટવર્કની તપાસ કરશે

અમદાવાદ,03 ડિસેમ્બર (હિ.સ.) નવેમ્બર 2025માં ગુજરાત એટીએસએ પકડેલા 3 આતંકી ગાંધીનગર-બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયા હતા જે કેસમાં મોટો વળાંક આવ્યો છે. કેન્દ્રીય ગૃહ વિભાગે તપાસ એનઆઈએને સોંપવાનો આદેશ આપ્યો છે. આતંકીઓ પાસેથી ઘાતક રાઇઝિન ઝેર અને હથિયારો કબજે કરાયા બાદ કેસની ગંભીરતા ધ્યાનમાં લઈને હવે એનઆઈએની અમદાવાદ યુનિટ આ આતંકી નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરશે.

ગુજરાત એટીએસએ આતંકી ડો. અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સુહૈલની UAPA હેઠળ ધરપકડ કરી હતી. તપાસમાં ખુલ્યું કે ત્રણેય ISKP હેન્ડલર અબુ ખદીજા સાથે સંપર્કમાં હતા અને તેના ઇશારે હથિયારોની હેરાફેરી તથા રાઇઝિન ઝેર બનાવવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા.

તપાસ મુજબ, વોન્ટેડ આતંકી હેન્ડલર અબુના આદેશ બાદ ખોરાક કે પાણીમાં રાઇઝિન ઝેર ભેળવી મોટા પાયે જાનહાનિ કરવાનો ષડયંત્ર ઘડાયું હતું. સુરક્ષા એજન્સીઓએ સમયસર કાર્યવાહી કરીને ભયાનક ઘટનાને અટકાવી છે, જ્યારે હવે એનઆઈએ આ કેસમાં આંતરરાષ્ટ્રીય કડીઓ અને નાણાકીય નેટવર્કની પણ તપાસ કરશે.

ગુજરાત એટીએસ એ ચાર મહિના પહેલા અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના હતા, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું. અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS(અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande