વડોદરા જિલ્લાના માસ્ટર ટ્રેનરે, 1000 થી વધુ ખેડૂતોને ગાય આધારિત કુદરતી ખેતી અપનાવવા પ્રેરણા આપી
વડોદરા,03 ડિસેમ્બર (હિ.સ.) વડોદરા જિલ્લામાં 66 વર્ષીય કુદરતી ખેતીના માસ્ટર ટ્રેનર રવજી ચૌહાણ ખેડૂતો માટે માર્ગદર્શક શક્તિ બની ગયા છે, જેમણે 1000 થી વધુ ખેડૂતોને રસાયણ આધારિત પદ્ધતિઓમાંથી સસ્ટેનેબલ, ગાય આધારિત કુદરતી ખેતી પ્રણાલીઓ અપનાવવા પ્રેરિત
વડોદરા જિલ્લાના માસ્ટર ટ્રેનરે, 1000 થી વધુ ખેડૂતોને ગાય આધારિત કુદરતી ખેતી અપનાવવા પ્રેરણા આપી


વડોદરા,03 ડિસેમ્બર (હિ.સ.) વડોદરા જિલ્લામાં 66 વર્ષીય કુદરતી ખેતીના માસ્ટર ટ્રેનર રવજી ચૌહાણ ખેડૂતો માટે માર્ગદર્શક શક્તિ બની ગયા છે, જેમણે 1000 થી વધુ ખેડૂતોને રસાયણ આધારિત પદ્ધતિઓમાંથી સસ્ટેનેબલ, ગાય આધારિત કુદરતી ખેતી પ્રણાલીઓ અપનાવવા પ્રેરિત કર્યા છે. તેઓ પોતે વર્ષોથી કુદરતી ખેતી કરી રહ્યા છે અને વર્ષોથી કુદરતી ખેતીના કારણે થતા આરોગ્ય અને આર્થિક ફાયદાઓનો આનંદ લઇ રહ્યા છે. હવે, તે વડોદરા જિલ્લામાં અન્ય ખેડૂતોને આ પ્રકારની ખેતી અપનાવવાનાં પાઠ શિખવે છે જેથી ભવિષ્યમાં તમામ નાગરિકોનું જીવન સ્વસ્થ બને.

રવજી ચૌહાણ 2021 થી ખેડૂતોને તાલીમ આપી રહ્યા છે, તેમને કુદરતી ખેતીના ફાયદાઓ સમજાવતાં. તેઓ વાઘોડિયામાં 25 થી 30 ગામોમાં કામ કરી ચૂક્યાં છે અને અત્યાર સુધીમાં આ ક્ષેત્રના 3000 થી વધુ ખેડૂતોને તાલીમ આપી ચૂક્યા છે. તેમના દ્વારા તાલીમ પ્રાપ્ત કરેલા ખેડૂતોમાં લગભગ 40 % ખેડૂતો કુદરતી ખેતી તરફ વળ્યા છે અને આજે તેઓ સારી આરોગ્ય અને આર્થિક સ્થિરતા જેવા ફાયદાઓને માણી રહ્યા છે.

નિયમિત તાલીમ સત્રો, ફીલ્ડ ડેમોન્સટ્રેશન અને વ્યક્તિગત માર્ગદર્શન મારફતે, રાવજીભાઈ ચૌહાણ ગાયના છાણ અને મુત્રનો ઉપયોગ ઓર્ગેનિક ખાતર અને જંતુનાશક બનાવવા પર ભાર મુકતા છે. કુદરતી ઘટકો માત્ર માટીનો આરોગ્ય જ સુધારતા નથી, પરંતુ ખેતીનો ખર્ચ પણ ઘટાડે છે અને પાકની ગુણવત્તા વધારવામાં પણ મદદ કરે છે. “તાલીમમાં ગાય આધારિત કુદરતી ખેતીના પાંચ મુદ્દાઓ શામેલ છે – બીજામૃત્ર, જીવામૃત, આવરણ, વાપસા, સહજીવી પાક સાથે પાકની બીમારીઓ અને તેમને દૂર કરવા માટેની નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દસ પર્ણિઅર્ક અને અન્ય રીતોના જ્ઞાન પણ આપવામાં આવે છે. હું ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય માર્કેટિંગ, સરકારી યોજનાઓ, ફાર્મ મુલાકાતો અને ખેતીમાં મૂલ્ય વધારો વિશે પણ શિખવાડું છું. જેના થકી તેઓ એક બિઝનેસ મોડેલ વિકસાવી શકે. આ પ્રક્રિયામાં સૌથી રસપ્રદ બાબત એ છે કે ખેડૂતોમાં લગભગ 50 % મહિલાઓ કુદરતી ખેતીમાં રસ ધરાવતા હોય છે,”

રાવજી ચૌહાણે જણાવ્યું હતું.

રાવજીભાઈના માર્ગદર્શન હેઠળ તાલીમ લીધેલા ખેડૂતો વધુ સારાં પાકો મેળવવાની સાથે સાથે આરોગ્યપ્રદ ઉપજ ક્ષમતા જાળવવા અને હાનિકારક કેમિકલોથી પર્યાવરણ અને જમીનની રક્ષા પણ કરી રહ્યા છે. તેમના પ્રયાસો થકી ભારતીય સંસ્કારના “ગૌમાતા કૃષિ”ના પરંપરાગત ખેતી જ્ઞાનને પુનર્જીવિત કરવામાં પણ સહાયરૂપ રહ્યા છે.

ટ્રેનરનું ધ્યેય દરેક ખેડૂતને આત્મનિર્ભર અને પર્યાવરણ સમાજસચેત બનાવવાની સાથે પ્રકૃતિમૈત્રી રૂપ ખેતી માત્ર શક્ય જ નથી પરંતુ નફાકારક પણ છે. તેઓનો આ સરાહનિય પ્રયાસ ગામડાઓને સ્થાયી કૃષિ પ્રથાઓ અપનાવવા પ્રેરણા આપતો રહેશે એવી આશા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande