મમતા બેનર્જીએ, રાહુલ દેવ બર્મનને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી
કલકતા, નવી દિલ્હી,04 જાન્યુઆરી (હિ.સ.) પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે, બોલિવૂડના દિગ્ગજ સંગીતકાર રાહુલ દેવ બર્મન (આરડી બર્મન) ને તેમની પુણ્યતિથિ નિમિત્તે, હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પ્લ
બર્મન


કલકતા, નવી દિલ્હી,04 જાન્યુઆરી

(હિ.સ.) પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે, બોલિવૂડના દિગ્ગજ

સંગીતકાર રાહુલ દેવ બર્મન (આરડી બર્મન) ને તેમની પુણ્યતિથિ નિમિત્તે, હૃદયપૂર્વક

શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા

મુખ્યમંત્રીએ કહ્યું કે,” રાહુલ દેવ બર્મનને હંમેશા તેમના અવિસ્મરણીય સૂરો અને

ગીતો માટે યાદ કરવામાં આવશે.”

પોતાના સંદેશમાં મમતા બેનર્જીએ લખ્યું છે કે,” આરડી બર્મન

ભારતીય સંગીતના એક આધારસ્તંભ હતા, જેમની રચનાઓ હજુ પણ સંગીત પ્રેમીઓના હૃદયમાં

જીવંત છે.” તેમણે કહ્યું કે,” તેમના સૂરો સમયની સીમાઓ પાર કરે છે અને આવનારી

પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.”

મુખ્યમંત્રીએ એ પણ જણાવ્યું કે,” રાહુલ દેવ બર્મને હિન્દી

ફિલ્મ સંગીતને એક નવી ઓળખ આપી છે, અને તેમના ગીતો હજુ પણ એ જ તાજગી સાથે ગુંજતા રહે છે.”

શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું કે,” સંગીતની દુનિયામાં તેમનું યોગદાન ક્યારેય ભૂલી

શકાય નહીં.”

એ નોંધનીય છે કે, રાહુલ દેવ બર્મન ભારતીય સિનેમાના સૌથી

પ્રભાવશાળી સંગીતકારોમાંના એક હતા અને તેમણે તેમના સમગ્ર કારકિર્દી દરમિયાન અસંખ્ય

યાદગાર ગીતો રચ્યા હતા, જે આજે પણ

શ્રોતાઓમાં અત્યંત લોકપ્રિય છે.

હિન્દુસ્થાન સમાચાર / ધનંજય પાંડે / સંતોષ માધુપ

---------------

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande