આસામમાં 5.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનાથી બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, ભૂટાન અને ચીન સુધી ધરતી ધ્રુજી ઉઠી
ગોહાટી, નવી દિલ્હી 5 જાન્યુઆરી (હિ.સ.) આજે વહેલી સવારે ઉત્તરપૂર્વ ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. સવારે 4:17:40 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 હતી. જેનાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આંચકાઓ લા
આસામ


ગોહાટી, નવી દિલ્હી 5 જાન્યુઆરી (હિ.સ.) આજે વહેલી સવારે ઉત્તરપૂર્વ ભારતના અનેક

રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. સવારે 4:17:40 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર

5.1 હતી. જેનાથી

લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આંચકાઓ લાંબા

સમય સુધી અનુભવાયા હતા.

મધ્યમ તીવ્રતાના આ ભૂકંપથી આસામ, મેઘાલય, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, તેમજ ભારતના

પડોશી દેશો બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, ભૂટાન અને ચીન

સહિત પડોશી રાજ્યોમાં અસર દેખાઈ હતી. જોકે, કોઈ નુકસાન થયું હોય એવા અહેવાલો આવ્યા નથી.

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે,”

ભૂકંપનું કેન્દ્ર આસામના મોરીગાંવ જિલ્લાથી 14 કિલોમીટર દૂર, 50 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપનું કેન્દ્ર 26.37 ઉત્તર અક્ષાંશ

અને 92.29 પૂર્વ રેખાંશ પર

સ્થિત હતું.”

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande