
નવી દિલ્હી, 5 જાન્યુઆરી (હિ.સ.). ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીન, ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. મુરલી મનોહર જોશીને તેમના જન્મદિવસ પર મળ્યા. નવીને તેમને શુભેચ્છાઓ પાઠવી અને તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી.
મુલાકાત દરમિયાન, બંને નેતાઓએ સૌહાર્દપૂર્ણ વાતચીત કરી. નીતિન નવીન, ડૉ. મુરલી મનોહર જોશીના વ્યાપક રાજકીય અનુભવ, સંગઠનમાં તેમના યોગદાન અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ડૉ. જોશી જેવા વરિષ્ઠ નેતાઓનું માર્ગદર્શન પાર્ટી માટે પ્રેરણાસ્ત્રોત છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / જીતેન્દ્ર તિવારી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ