તામિલનાડુમાં બેઠક વહેંચણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અમિત શાહ તમિલનાડુના ત્રિચીમાં
ત્રિચી, નવી દિલ્હી, 5 જાન્યુઆરી (હિ.સ.). આગામી વિધાનસભા ચૂંટણી માટે તમિલનાડુના બે દિવસના પ્રવાસે રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે ભાજપના પ્રદેશ પ્રમુખ નાઈનાર નાગેન્દ્રનના પ્રચાર પ્રવાસના સમાપન સમારોહમાં હાજરી આપી હતી અને સભાને સંબોધિત કર
ત્રિચીના મંનારપુરમાં મોદી પોંગલ ઉજવણીમાં અમિત શાહ


ત્રિચી, નવી દિલ્હી, 5 જાન્યુઆરી (હિ.સ.). આગામી વિધાનસભા ચૂંટણી માટે તમિલનાડુના બે દિવસના પ્રવાસે રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે ભાજપના પ્રદેશ પ્રમુખ નાઈનાર નાગેન્દ્રનના પ્રચાર પ્રવાસના સમાપન સમારોહમાં હાજરી આપી હતી અને સભાને સંબોધિત કરી હતી. ત્યારબાદ તેમણે, ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (એઆઈએડીએમકે) ના વરિષ્ઠ પાર્ટી નેતા એસપી વેલુમણી સાથે ગઠબંધનમાં બેઠક વહેંચણી અંગે ચર્ચા કરી હતી.

રવિવારે, અમિત શાહ ત્રિચીની એક ખાનગી હોટલમાં રોકાયા હતા, જ્યાં બેઠક વહેંચણી અને ગઠબંધન વિસ્તરણ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, એઆઈએડીએમકે નેતા એસપી વેલુમણી, તમિલનાડુ ભાજપના ચૂંટણી પ્રભારી પીયૂષ ગોયલ અને અન્ય નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો.

અહેવાલો અનુસાર, ગઠબંધનમાં વધારાના પક્ષોને સામેલ કરવા માટે વાતચીત ચાલી રહી છે. ભાજપ ઓ. પન્નીરસેલ્વમ (ઓપીએસ), ટીટીવી દિનાકરણ અને પીએમકે સહિત અન્ય પક્ષોને એકસાથે લાવવાનો પ્રયાસ કરી રહી છે. વધુમાં એઆઈએડીએમકે ગઠબંધનમાં, ભાજપ કેટલી બેઠકો જીતશે તે અંગે રાજકીય ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

અગાઉ, અમિત શાહે તિરુવનંતપુરમના જંબુકેશ્વર મંદિર અને તિરુચી જિલ્લાના શ્રીરંગમ રઘુનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ, અર્જુન રામ મેઘવાલ, મુરલીધર મોહન અને રાજ્યમંત્રી મુરુગન તેમની સાથે હાજર હતા. તેમણે મંદિર સંકુલમાં ભક્તો સાથે હાથ મિલાવ્યા અને શુભેચ્છાઓ સ્વીકારી. કેન્દ્રીય મંત્રીના આગમનની અપેક્ષાએ ત્રિચીમાં કડક પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ, ત્રિચીના મંનારપુરમાં મોદી પોંગલ ઉજવણીમાં હાજરી આપી, જ્યાં તેમનું પરંપરાગત પુટ્ટી બાંધીને ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. ઉજવણીમાં, 1,008 મહિલાઓએ વાસણોમાં પોંગલ તૈયાર કરીને ઉજવણી કરી, જ્યારે 2,000 થી વધુ લોકોએ હાજરી આપી.

પરંપરાગત પોશાક, વેટ્ટી અને શર્ટ પહેરીને, અમિત શાહે ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું અને લોકોને પોંગલની શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું, તામિલનાડુમાં પોંગલ ઉજવનાર ભાજપ પ્રથમ પક્ષ છે.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વરા પ્રસાદ રાવ પી.વી./અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande