રામોલમાં સ્કૂલે જઈ રહેલી 16 વર્ષીય વિદ્યાર્થિનીની છેડતી કરનાર ડિલિવરી બોયની ધરપકડ
અમદાવાદ,01 ઓકટોબર (હિ.સ.) અમદાવાદના પૂર્વ વિસ્તારના રામોલમાં 16 વર્ષીય વિદ્યાર્થિનીની છેડતી કરનાર ડિલિવરી બોયની ધરપકડ. રામોલમાં 16 વર્ષીય વિદ્યાર્થિની સ્કૂલે ચાલતી એકલી જતી ત્યારે બ્લીનકીટમાં નોકરી કરતો ડિલિવરી બોય છેલ્લા 5 દિવસથી છેડતી કરતો
Delivery boy arrested for molesting 16-year-old school going girl in Ramol


અમદાવાદ,01 ઓકટોબર (હિ.સ.) અમદાવાદના પૂર્વ વિસ્તારના રામોલમાં 16 વર્ષીય વિદ્યાર્થિનીની છેડતી કરનાર ડિલિવરી બોયની ધરપકડ.

રામોલમાં 16 વર્ષીય વિદ્યાર્થિની સ્કૂલે ચાલતી એકલી જતી ત્યારે બ્લીનકીટમાં નોકરી કરતો ડિલિવરી બોય છેલ્લા 5 દિવસથી છેડતી કરતો હતો. કંટાળીને સગીરાએ તેની માતાને સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે સગીરાની માતાએ શખ્સ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

રામોલમાં 16 વર્ષીય સગીરા પરિવાર સાથે રહે છે અને ધોરણ 11માં અભ્યાસ કરે છે. જ્યારે છેલ્લા 5 દિવસથી સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાં આવેલ બ્લીનકીટમાં નોકરી કરતો 21 વર્ષીય સમીર શેખ પીછો કરીને મોબાઈલ નંબર આપીને વાત કરવા દબાણ કરતો હતો.

જેથી સગીરાએ ઘરે જઈને માતાને સમગ્ર હકીકત જણાવી હતી. જેથી માતાએ સ્કૂલે જઈને પુત્રીને આગળ ચાલવા જણાવ્યું હતું. આ દરમ્યાન બ્લીનકીટના ગોડાઉનમાં સમીર બેઠો હતો. જેથી સગીરાએ માતાને કીધું કે આ છોકરો જ હેરાન કરે છે.આ અંગે માતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં સમીર શેખ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સમીરની ધરપકડ કરી હતી.

આરોપીની પુછપરછ કરતા તે છેલ્લા 6 મહિનાથી બ્લીનકીટના ગોડાઉનમાં ડિલિવરી બોયની નોકરી કરતો હતો અને પોતે પરિણીત હોવાનું સામે આવ્યું હતું. આટલું જ નહીં સગીરાની સ્કૂલ નજીક હોવાથી તે ચાલતી જતી હતી તે સમયે સમીર છેડતી કરતો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande