કેપ્ટન સ્મિતના પરિવારજનો સાથે ભારતીય રાજદ્વારીઓએ મુલાકાત કરી
નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.). યુએઈમાં ભારતના રાજદૂત ડો. દીપક મિત્તલ અને વાણિજ્ય દૂત ડો. ઈ વિષ્ણુ વર્ધન રેડ્ડીએ, કેપ્ટન સ્મિત મચ્છરના પરિવાર સાથે મુલાકાત કરી અને કોકપિટમાં બનેલી ઘટનામાં લાગેલી ઈજાઓ પછી તેમની સ્થિર રિકવરી વિશે માહિતી આપી. કેપ્ટનનો
કેપ્ટન સ્મિત મછાર


નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.). યુએઈમાં ભારતના રાજદૂત ડો. દીપક મિત્તલ અને વાણિજ્ય દૂત ડો. ઈ વિષ્ણુ વર્ધન રેડ્ડીએ, કેપ્ટન સ્મિત મચ્છરના પરિવાર સાથે મુલાકાત કરી અને કોકપિટમાં બનેલી ઘટનામાં લાગેલી ઈજાઓ પછી તેમની સ્થિર રિકવરી વિશે માહિતી આપી. કેપ્ટનનો પરિવાર દુબઈમાં રહે છે. દુબઈમાં ભારતના વાણિજ્ય દૂતાવાસની સત્તાવાર પોસ્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

મુંબઈના ફ્લાયદુબઈ પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરે, દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટ એફઝેડ-1073 પર ઓમાની કો-પાઇલટના હુમલાનો સામનો કર્યો. ઘાયલ હોવા છતાં તેમણે કોકપિટનો દરવાજો ખોલ્યો, જેનાથી ક્રૂ અને મુસાફરો હુમલાખોરને કાબૂમાં કરી શક્યા અને 174 લોકોનો જીવ બચાવ્યો.

દીપક મિત્તલે એક્સ પર કહ્યું, “અમને કેપ્ટન સ્મિત પર ગર્વ છે, જેમણે ઘણા લોકોનો જીવ બચાવીને એક મોટી દુર્ઘટના ટાળી દીધી. અમે હમણાં જ તેમના પરિવાર સાથે મુલાકાત કરી અને તેમને સંવેદનાઓ વ્યક્ત કરી. અમે ભારતીય નાયકના કલ્યાણ અને કુશળક્ષેમ સુનિશ્ચિત કરવામાં ભારત સરકારના સંપૂર્ણ સમર્થનનું આશ્વાસન પણ આપ્યું.”

વિમાને સાઉદી અરબના તબુકમાં કટોકટી લેન્ડિંગ કરી. ભારતીય અધિકારીઓ યુએઈ અને સાઉદી ઓથોરિટીઝ સાથે તેમના ઇલાજ માટે સંકલન ચાલુ રાખી રહ્યા છે. વડાપ્રધાન મોદી અને નેતન્યાહૂ સહિત વિશ્વના નેતાઓએ તેમના સાહસની પ્રશંસા કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande