એશિયન ગેમ્સ 2026: નીતેશ સિવાચ ગ્રીકો-રોમન 97 કિગ્રા ફાઇનલમાં, માનસી કાંસ્યની રેસમાં
આઇચી-નાગોયા, નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.). ભારતીય પહેલવાન નીતેશ સિવાચે, ગુરુવારે એશિયન ગેમ્સમાં પુરુષોના ગ્રીકો-રોમન 97 કિગ્રા વર્ગની ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે માનસી અહલાવતને મહિલાઓની 62 કિગ્રા સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. નિતીશે મંગો
ભારતીય પહેલવાન નીતેશ સિવાચ


આઇચી-નાગોયા, નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.). ભારતીય પહેલવાન નીતેશ સિવાચે, ગુરુવારે એશિયન ગેમ્સમાં પુરુષોના ગ્રીકો-રોમન 97 કિગ્રા વર્ગની ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે માનસી અહલાવતને મહિલાઓની 62 કિગ્રા સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. નિતીશે મંગોલિયાના ગંખુયાગ ગનબાતારને 9-0 થી હરાવીને સુવર્ણ પદક તરફ કદમ વધાર્યા, જ્યારે માનસી હવે કાંસ્ય પદક માટે રેપેચેજમાં ઉતરશે.

એશિયન ચેમ્પિયનશિપના રજત પદક વિજેતા નિતીશે, હાંગઝોઉ એશિયન ગેમ્સના કાંસ્ય પદક વિજેતા ગંખુયાગ સામે શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો અને 9-0 થી શાનદાર જીત નોંધાવી. આ પહેલા તેણે ક્વાર્ટર ફાઇનલમાં તુર્કમેનિસ્તાનના અમાનબર્દી અગામામેદોવને 7-1 થી હરાવ્યા હતા. નિતીશે પહેલા જ પીરિયડમાં 7-0 ની લીડ બનાવી લીધી હતી અને બાદમાં મુકાબલો પોતાના નામે કર્યો.

નિતીશ હવે સુવર્ણ પદક માટે ઈરાનના મેહદી બાલીહામજેહદેહ અને જાપાનના યુરી નકાઝાતો વચ્ચે યોજાનાર બીજા સેમિફાઇનલના વિજેતા સામે ટકરાશે.

જ્યારે, મહિલાઓની 62 કિગ્રા સેમિફાઇનલમાં માનસી અહલાવતને જાપાનની બે વખતની વિશ્વ ચેમ્પિયન નોનોકા ઓઝાકીએ 6-0 થી હરાવી. ઓઝાકીએ શરૂઆતમાં ટેકડાઉનથી બે અંક મેળવ્યા અને પછી એક વધુ ટેકડાઉન દ્વારા પોતાની લીડ 4-0 કરી લીધી. માનસીએ આ પછી સારી રક્ષણાત્મક કુસ્તી કરી, પરંતુ ઓઝાકીના મજબૂત બચાવને ભેદવામાં સફળ થઈ શકી નહીં.

બીજા પીરિયડમાં ઓઝાકીએ એક વધુ ટેકડાઉનથી બે અંક મેળવ્યા અને 6-0 ની જીત સાથે ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. 59 કિગ્રા વર્ગની પૂર્વ વિશ્વ ચેમ્પિયનશિપ કાંસ્ય પદક વિજેતા માનસી હવે રેપેચેજમાં ઉતરશે, જ્યાં તેમની પાસે કાંસ્ય પદક માટે મુકાબલો કરવાની તક હશે.

જુડોમાં પણ ભારતને મિશ્ર પરિણામો મળ્યા. મહિલાઓની 57 કિગ્રા ક્વાર્ટર ફાઇનલમાં યામિની મૌર્યાને મંગોલિયાની અરિઉનજાયા તેરબિશ સામે યુકોના આધારે હાર મળી. હવે તે કાંસ્ય પદકના મુકાબલામાં સ્થાન મેળવવા માટે રેપેચેજમાં જાપાનની મિયો શિરાકાને સામે ટકરાશે.

મહિલાઓની 70 કિગ્રા વર્ગમાં ઇનુગનબી તાખેલ્લામ્બમે નેપાળની પૂનમ શ્રેષ્ઠને ઇપ્પોનથી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવ્યું. અંતિમ આઠમાં તેમનો સામનો ઉત્તર કોરિયાની મુન સોંગ હુઈ સામે થશે.

ભારતીય મહિલા સ્ક્વોશ ટીમે પણ કાંસ્ય પદક મેળવ્યો. ભારતીય ટીમને સેમિફાઇનલમાં હોંગકોંગના હાથે 1-2 થી હારનો સામનો કરવો પડ્યો, જેના પછી તેને કાંસ્ય પદકથી સંતોષ માનવો પડ્યો.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande