સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ 5 થી 7 ઓક્ટોબર સુધી ભારતની રાજકીય મુલાકાતે રહેશે
નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.). સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ ગાય પરમેલિન, 5 થી 7 ઓક્ટોબર સુધી ભારતની રાજકીય મુલાકાતે રહેશે. તેમની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને વ્યાપારી નેતાઓ સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. રાષ્ટ્રપતિ પરમેલિન, આ પહેલાં આ જ વર્ષ
સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ 5 થી 7 ઓક્ટોબર સુધી ભારતની રાજકીય મુલાકાતે રહેશે


નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.). સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ ગાય પરમેલિન, 5 થી 7 ઓક્ટોબર સુધી ભારતની રાજકીય મુલાકાતે રહેશે. તેમની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને વ્યાપારી નેતાઓ સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. રાષ્ટ્રપતિ પરમેલિન, આ પહેલાં આ જ વર્ષે ફેબ્રુઆરીમાં નવી દિલ્હીમાં આયોજિત એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી ચૂક્યા છે. પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2016 અને પછી 2018માં સ્વિટ્ઝર્લેન્ડની સત્તાવાર મુલાકાત લીધી હતી.

વિદેશ મંત્રાલય અનુસાર, 5 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પરમેલિન વેપાર અને રોકાણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા, ગતિશીલતા, સંસ્કૃતિ અને જન-જન સંપર્ક સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરવા માટે દ્વિપક્ષીય ચર્ચાઓ કરશે. તેઓ બહુપક્ષીય મંચોમાં સહયોગ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાક્રમો પર પણ વિચાર-વિમર્શ કરશે.

રાષ્ટ્રપતિ પરમેલિન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ તેમના સન્માનમાં સત્તાવાર ભોજન સમારંભનું આયોજન કરશે.

રાષ્ટ્રપતિ પરમેલિનની આ મુલાકાત ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ 7 ઓક્ટોબરના રોજ ભારત-ઇએફટીએ વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (ટીઇપીએ)ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આયોજિત થનારા બીજા ભારત-ઇએફટીએ સમૃદ્ધિ શિખર સંમેલનમાં ભાગ લેશે. ઇએફટીએ દેશોમાં, સ્વિટ્ઝર્લેન્ડ ભારતનો સૌથી મોટો વેપાર અને રોકાણ ભાગીદાર છે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે લાંબા સમયથી મૈત્રીપૂર્ણ સંબંધો છે. આ મુલાકાત નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનને આગળ વધારતા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે અને પરસ્પર હિતના નવા ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવશે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande