સીતારમણે સિંગાપોરમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ બિલ વિન્ટર્સ સાથે મુલાકાત કરી
નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે, સિંગાપોરમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ બિલ વિન્ટર્સ અને બેંકના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન અનેક મહત્વપૂર્ણ મુદ્દા
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ બિલ વિન્ટર્સ સાથે નાણામંત્રી સીતારમણ


નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે, સિંગાપોરમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ બિલ વિન્ટર્સ અને બેંકના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ.

નાણાં મંત્રાલયે રવિવારે ‘એક્સ’ પર જારી કરેલી પોસ્ટમાં જણાવ્યું કે, સિંગાપોરમાં તેમની બેઠક દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ગ્રુપના મુખ્ય કાર્યકારી બિલ વિન્ટર્સે ભારતની વૈશ્વિક બજારમાં ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે ટ્રેડ ફાઇનાન્સ, ક્રોસ-બોર્ડર બેંકિંગ અને ફાઇનાન્સિયલ ફ્લોને મજબૂત કરવાની મહત્વપૂર્ણ વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી.

આ દરમિયાન વૈશ્વિક બજારો સાથે ભારતના વધતા જોડાણને સમર્થન આપવા માટે યોગ્ય ટેક્સ અને રેગ્યુલેટરી ફ્રેમવર્ક દ્વારા એઆઈ ને મોટા પાયે અપનાવવા અને ગિફ્ટ આઈએફએસસી માં ટ્રેઝરી સેન્ટર સ્થાપિત કરવા તેમજ તેમનો વિસ્તાર કરવાના અવસરો પર પણ વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું.

નાણાં મંત્રી સાથેની આ બેઠકમાં તેમની સાથે ગ્રુપ ચીફ ઓપરેટિંગ ઓફિસર સુશ્રી તનુજ કપિલાશ્રમી, સિંગાપોર, આસિયાન અને દક્ષિણ એશિયાના સીઈઓ પેટ્રિક લી અને ગ્રુપ પબ્લિક એન્ડ રેગ્યુલેટરી અફેર્સમાં સરકારી બાબતોના નિર્દેશક કોલિન તુંગ પણ ઉપસ્થિત રહ્યા.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 9 થી 11 ઓક્ટોબર સુધી સિંગાપોરની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત કરવા અને ભારતમાં વૈશ્વિક સંસ્થાકીય રોકાણને આકર્ષવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande