ઓમાનમાં ક્રૂડ ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, બે ભારતીય નાવિક ગુમ
મસ્કત (ઓમાન)/તેહરાન (ઈરાન), નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.). બ્રિટનની દરિયાઈ સુરક્ષા એજન્સી યુનાઈટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) એ ઓમાનના સોહાર નજીક ક્રૂડ ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલાની પુષ્ટિ કરી છે. એજન્સી અનુસાર, ઓમાનના સોહાર એન્કરેજ
એક્સ પર આપવામાં આવેલી ડ્રોન હુમલાની જાણકારી


મસ્કત (ઓમાન)/તેહરાન (ઈરાન), નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.). બ્રિટનની દરિયાઈ સુરક્ષા એજન્સી યુનાઈટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) એ ઓમાનના સોહાર નજીક ક્રૂડ ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલાની પુષ્ટિ કરી છે. એજન્સી અનુસાર, ઓમાનના સોહાર એન્કરેજ નજીક એક ક્રૂડ ઓઇલ ટેન્કર પર ડ્રોન વડે હુમલો થયો છે. આ હુમલા બાદથી બે ભારતીય નાવિક ગુમ છે.

ગલ્ફ ન્યૂઝના અહેવાલ અનુસાર, યુકેએમટીઓ એ અપડેટમાં જણાવ્યું કે, ટેન્કર પર ક્રૂ વગરના હવાઈ વાહન (ડ્રોન) વડે હુમલો થયો. સ્થાનિક અધિકારીઓએ ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા. પર્યાવરણ પર પડનારી અસર વિશે પણ તરત કોઈ માહિતી મળી શકી નથી.

અમેરિકાએ ઈરાનની કેટલીક શરતો માની: આ દરમિયાન ઈરાની અધિકારી મોહસેન રેઝાઈએ રવિવારે એક્સ પર જણાવ્યું કે, અમેરિકાએ સંઘર્ષ સમાપ્ત કરવા માટે તેહરાનની સાત શરતોમાંથી કેટલીકને સ્વીકારી લીધી છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી રેઝાઈએ કહ્યું, અમેરિકા ઈરાનની સાત શરતોમાંથી કેટલીક પર સહમત થઈ ગયું છે, પરંતુ અમે તેના જવાબને અપૂરતો માનીએ છીએ.

રેઝાઈએ વોશિંગ્ટન પર હોર્મુઝ જળસંધિ (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) ને ફરીથી ન ખોલવાનો અને તસ્કરીનો આશરો લેવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે લખ્યું, હવે, જ્યારે અમેરિકી કાફલો હોર્મુઝને ફરીથી ખોલવામાં નિષ્ફળ રહ્યો, ત્યારે તેણે તસ્કરીનો આશરો લીધો છે. અમેરિકી સેના ક્યારેય આટલી શરમજનક હદ સુધી નીચે ઉતરી ન હતી. ઈરાને ઓફર કરી છે કે, જો વોશિંગ્ટન તેની માંગણીઓ માની લે તો તે સાત દિવસની અંદર સામાન્ય શિપિંગ પુનઃસ્થાપિત કરશે. અમેરિકાએ કતરી મધ્યસ્થીઓ દ્વારા જવાબ આપ્યો.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande