અમેરિકામાં ટેક્સપેયર્સના ભંડોળથી તૈયાર કરાયેલી ટ્રમ્પની જાહેરાતો દર્શાવવા પર રોક
ન્યૂયોર્ક (અમેરિકા), નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.). દેશમાં યોજાઈ રહેલી મધ્યસત્ર ચૂંટણી પહેલાં ટ્રમ્પ પ્રશાસનને કાનૂની ઝટકો લાગ્યો છે. ડિસ્ટ્રિક્ટ જજ જેનિફર એલ રોચોને, રવિવારે રાષ્ટ્રપતિના રાજકીય સંદેશને પ્રોત્સાહન આપવા માટે ટેક્સપેયર્સના લાખો ડોલર
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ


ન્યૂયોર્ક (અમેરિકા), નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.). દેશમાં યોજાઈ રહેલી મધ્યસત્ર ચૂંટણી પહેલાં ટ્રમ્પ પ્રશાસનને કાનૂની ઝટકો લાગ્યો છે. ડિસ્ટ્રિક્ટ જજ જેનિફર એલ રોચોને, રવિવારે રાષ્ટ્રપતિના રાજકીય સંદેશને પ્રોત્સાહન આપવા માટે ટેક્સપેયર્સના લાખો ડોલરથી બનેલી ટીવી જાહેરાતોને રદ કરવાનો આદેશ આપ્યો. રોચોને એક અસ્થાયી રોકનો આદેશ જારી કર્યો, જેમાં ટ્રમ્પ પ્રશાસનને બાકી રહેલી તમામ જાહેરાતોને રદ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો.

એક્સિઓસના રિપોર્ટ અનુસાર આદેશમાં કહેવામાં આવ્યું કે, પ્રશાસન તરત જ તે જાહેરાતોને રોકી દે જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દેખાઈ રહ્યા છે. આ નિર્ણય નવેમ્બરમાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણીના કેટલાક અઠવાડિયા પહેલાં આવ્યો છે. અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા ટેક્સપેયર્સના પૈસાના ઉપયોગને પડકારતા ઘણા મુકદ્દમા કોર્ટમાં વિચારણા હેઠળ છે.

આ નિર્ણય વોશિંગ્ટન વોચ ડોગ 'કોમન કોઝ' અને બિનલાભકારી સંસ્થા 'ડેમોક્રેસી ફોરવર્ડ' તથા અન્યની અરજી પર આવ્યો છે. આવો જ એક મુકદ્દમો ડેમોક્રેટિક નેશનલ કમિટીએ વોશિંગ્ટનની સંઘીય અદાલતમાં દાખલ કર્યો છે. ન્યૂયોર્ક અદાલતના નિર્ણય પછી ટ્રમ્પ પ્રશાસને કહ્યું કે, આ જાહેરાતોમાં જનસેવાની ભાવના દેખાય છે. તેમનો હેતુ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવાનો છે. અગાઉ રિપબ્લિકન અને ડેમોક્રેટિક પ્રશાસને પણ સરકારી નીતિઓને પ્રોત્સાહન આપવા માટે ટેક્સપેયર્સના પૈસાથી જાહેરાતોનો ઉપયોગ કર્યો છે. જોકે, મુકદ્દમો દાખલ થયા પછી ટ્રમ્પે જાહેરાતોનો ખર્ચ પોતે ઉઠાવવાનું વચન આપ્યું. વ્હાઇટ હાઉસે કહ્યું કે, જાહેરાતો પર ખર્ચાઈ ગયેલા લાખો ડોલર સરકારને પાછા આપવાની કોઈ યોજના નથી.

ન્યૂયોર્કની અદાલતમાં દાખલ કરાયેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો કે, ટ્રમ્પ પ્રશાસને કોંગ્રેસ પાસેથી મળેલી મંજૂરી કરતાં વધુ ખર્ચ કરીને પ્રચાર-પ્રસાર સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કર્યું. ડેમોક્રેસી ફોરવર્ડે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. જણાવવામાં આવ્યું છે કે, હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે આ જાહેરાતો માટે ટેક્સપેયર્સના પૈસામાંથી 20 મિલિયન ડોલર ફાળવ્યા હતા. જાહેરાતો માટે ઉપયોગમાં લેવાયેલા પૈસા તે 175 મિલિયન ડોલરના પેકેજમાંથી આવ્યા હતા, જેને કોંગ્રેસે ટ્રમ્પના ઇમિગ્રેશન (પ્રવાસ) લાગુ કરવાના એજન્ડા હેઠળ વિભાગને ફાળવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande