
પુંછ,(જમ્મુ-કાશ્મીર), નવી દિલ્હી, 13 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય સેના અને વિશેષ અભિયાન જૂથ (એસઓજી) ના સયુંકત ઉપક્રમના તલાશી અભિયાનમાં મંગળવારે, પુંછ જિલ્લાના સરહદી સબજિયાન સેક્ટરમાં એક આતંકવાદી ઠેકાણેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તલાશી અભિયાન દરમિયાન સેના અને પુંછ એસઓજીની ટીમોએ સબજિયાન સેક્ટરના સુથરબન વિસ્તારમાંથી એક એકે-47 રાઇફલ, એક એકે-47 મેગેઝિન, છ ગ્રેનેડ, 30 રાઉન્ડ દારૂગોળો અને કેટલીક ખાદ્ય સામગ્રી જપ્ત કરી છે. પ્રારંભિક આટલી માહિતી પ્રાપ્ત થયેલ છે, વધુ વિગત વાર માહિતીની રાહ જોવાઈ રહી છે......
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ