રણજી ટ્રોફી: મોહમ્મદ સિરાજની આગેવાની હેઠળ હૈદરાબાદે ત્રિપુરાને એક ઇનિંગ્સ અને 40 રનથી હરાવ્યું
હૈદરાબાદ, નવી દિલ્હી, 13 ઓક્ટોબર (હિ.સ.) મોહમ્મદ સિરાજની આગેવાની હેઠળ હૈદરાબાદે રણજી ટ્રોફી 2026-27ના પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરતા ત્રિપુરાને એક ઇનિંગ્સ અને 40 રનથી હરાવી દીધું. મેચના ત્રીજા દિવસે મંગળવારે ત્રિપુરાની ટીમે પોતાની બીજી ઇનિંગ્સમા
મોહમ્મદ સિરાજ


હૈદરાબાદ, નવી દિલ્હી, 13 ઓક્ટોબર (હિ.સ.) મોહમ્મદ સિરાજની આગેવાની હેઠળ હૈદરાબાદે રણજી ટ્રોફી 2026-27ના પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરતા ત્રિપુરાને એક ઇનિંગ્સ અને 40 રનથી હરાવી દીધું. મેચના ત્રીજા દિવસે મંગળવારે ત્રિપુરાની ટીમે પોતાની બીજી ઇનિંગ્સમાં ફક્ત 14 રન ઉમેરીને બાકીની ત્રણ વિકેટ ગુમાવી દીધી. આ સાથે જ હૈદરાબાદે મોટી જીત નોંધાવી. ત્રીજા દિવસની રમત શરૂ થઈ ત્યારે ત્રિપુરાનો સ્કોર સાત વિકેટે 107 રન હતો. ટીમે આ પછી 6.2 ઓવરમાં ફક્ત 14 રન ઉમેર્યા અને તેના બાકીના ત્રણેય બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા. હૈદરાબાદે બીજા દિવસે જ મુકાબલા પર પોતાની પકડ મજબૂત કરી લીધી હતી. તન્મય અગ્રવાલ અને પદાર્પણ કરી રહેલા રુથિક યાદવના અર્ધશતકોએ ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.

બીજી ઇનિંગ્સમાં સિરાજ અને રુથિકે કહેર વર્તાવ્યો. ત્રિપુરાની બીજી ઇનિંગ્સ શરૂઆતથી જ દબાણમાં રહી. હૈદરાબાદના બોલરોએ નિયમિત અંતરાલ પર વિકેટ લઈને બેટ્સમેનોને ટકી રહેવાની તક આપી નહીં. સિરાજ અને રુથિક યાદવે પણ વિકેટો ઝડપી. જોકે, અંતિમ સત્રમાં સેન્ટુ સરકાર અને પરવેઝ સુલતાને થોડા સમય સુધી સંઘર્ષ કરતા હૈદરાબાદની ઇનિંગ્સથી જીત મેળવવાના પ્રયાસને ટાળી દીધો, પરંતુ ટીમને હારથી બચાવી શક્યા નહીં.

તનય ત્યાગરાજન મેચમાં નવ વિકેટ ઝડપી. હૈદરાબાદની જીતમાં ડાબા હાથના સ્પિનર તનય ત્યાગરાજનની મહત્વની ભૂમિકા રહી. તેમણે બીજી ઇનિંગ્સમાં છ વિકેટ ઝડપી અને આખી મેચમાં નવ વિકેટ લઈને પોતાની છાપ છોડી. સિરાજ પહેલી ઇનિંગ્સમાં કોઈ વિકેટ લઈ શક્યા ન હતા, પરંતુ બીજી ઇનિંગ્સમાં તેમણે બે બેટ્સમેનોને આઉટ કર્યા. મેચમાં પહેલા બેટિંગ કરતા હૈદરાબાદે 294 રન બનાવ્યા, જેના જવાબમાં ત્રિપુરાની પહેલી ઇનિંગ્સ 134 અને બીજી ઇનિંગ્સ ફક્ત 120 રન પર સમેટાઈ ગઈ. આ રીતે હૈદરાબાદે મેચ 1 ઇનિંગ્સ અને 40 રનથી પોતાના નામે કરી. હૈદરાબાદે આ જીત સાથે રણજી ટ્રોફીના નવા સત્રમાં પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande