આયુષ્માન ખુરાનાએ 'ઉડતા તીર'ના રહસ્યો ખોલ્યા, ફિલ્મ 23 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
મુંબઈ, નવી દિલ્હી,14 ઓક્ટોબર (હિ.સ.) અભિનેતા આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ''ઉડતા તીર''નું બીજું ટ્રેલર દર્શકોને હાસ્ય, એક્શન અને મનોરંજનની નવી દુનિયાની ઝલક બતાવે છે. આયુષ્માન અને સારા અલી ખાન અભિનીત આ ફિલ્મને દેશભક્તિ, હાસ્ય અને એક્શનનું અનોખું
ફિલ્મ


મુંબઈ, નવી દિલ્હી,14 ઓક્ટોબર (હિ.સ.) અભિનેતા આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ 'ઉડતા તીર'નું બીજું ટ્રેલર દર્શકોને હાસ્ય, એક્શન અને મનોરંજનની નવી દુનિયાની ઝલક બતાવે છે. આયુષ્માન અને સારા અલી ખાન અભિનીત આ ફિલ્મને દેશભક્તિ, હાસ્ય અને એક્શનનું અનોખું મિશ્રણ ગણાવવામાં આવી રહ્યું છે. ફિલ્મ 23 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મના કથા પર વાત કરતા આયુષ્માન ખુરાનાએ કહ્યું, જ્યારે તમને લાગે છે કે તમને ખબર છે કે, 'ઉડતા તીર'ની વાર્તા કઈ દિશામાં જઈ રહી છે, ત્યારે જ તેમાં એક નવો વળાંક આવે છે. તેમણે કહ્યું કે, ફિલ્મની વિશેષતા એ છે કે, તે વિવિધ શૈલીઓને એકસાથે જોડવાનો વિચાર છે. તેમના મતે, દેશભક્તિ, એક્શન અને હાસ્યને આ પ્રકારની બિન-પરંપરાગત શૈલીમાં રજૂ કરવું દર્શકો માટે એક નવો અનુભવ હશે. અભિનેતાને આશા છે કે, ફિલ્મના અણધાર્યા વળાંકો અને હાસ્ય દર્શકોનું ભરપૂર મનોરંજન કરશે.

આકાશ એ. કૌશિકના લેખન અને દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મમાં આયુષ્માન અને સારા સાથે મુકુલ દેવ, રામ કપૂર, રઘુબીર યાદવ, બ્રિજેન્દ્ર કાલા, ગુલશન ગ્રોવર, સુહૈલ નૈયર, રાહુલ બોસ અને સુપ્રિયા પિલગાંવકર પણ જોવા મળશે. ફિલ્મનું નિર્માણ કરણ જોહર, અદાર પૂનાવાલા, અપૂર્વ મહેતા, ગુનીત મોંગા કપૂર અને અચિન જૈને ધર્મા પ્રોડક્શન્સ તથા સિખ્યા એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ કર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande