વર્લ્ડ ટી-20 કોન્ટિનેન્ટ કપમાં રમવાની ખબરો પર શિખર ધવનની સ્પષ્ટતા, કહ્યું-મારી પરવાનગી વિના નામનો ઉપયોગ કરવામાં આવ્યો
નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.). પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને, વર્લ્ડ ટી20 કોન્ટિનેન્ટ કપમાં પોતાની ભાગીદારીને લઈને સામે આવેલી ખબરો પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, આયોજકોએ તેમની જાણકારી અને પરવાનગી વિના તેમના નામનો ઉપયોગ કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું
શિખર ધવનની એક્સ પોસ્ટ


નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.). પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને, વર્લ્ડ ટી20 કોન્ટિનેન્ટ કપમાં પોતાની ભાગીદારીને લઈને સામે આવેલી ખબરો પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, આયોજકોએ તેમની જાણકારી અને પરવાનગી વિના તેમના નામનો ઉપયોગ કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ મામલે તેમની ટીમ યોગ્ય કાનૂની પગલાં લેશે. ધવને મીડિયા અને પ્રશંસકોને અનધિકૃત ઘોષણાઓ પર ભરોસો ન કરવા અપીલ પણ કરી.

ધવને મંગળવારે સામાજિક મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને આ મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો. તેમણે કહ્યું કે, તેમને વર્લ્ડ ટી20 કોન્ટિનેન્ટ કપમાં સહભાગી તરીકે પોતાનું નામ વાપરવામાં આવ્યું હોવાની જાણકારી મળી છે, જ્યારે તેમણે આ માટે કોઈ પરવાનગી આપી ન હતી.

ધવને પોતાના નિવેદનમાં કહ્યું, “મેં વર્લ્ડ ટી-20 કોન્ટિનેન્ટ કપમાં સહભાગી તરીકે મારું નામ જોયું છે. આયોજકોએ મારી જાણકારી કે પરવાનગી વિના મારા નામનો ઉપયોગ કર્યો છે અને મારી ટીમ આ મામલાને ઉકેલવા માટે યોગ્ય કાનૂની પગલાં લેશે. હું મીડિયા અને મારા પ્રશંસકોને વિનંતી કરું છું કે, તેઓ કોઈપણ અનધિકૃત ઘોષણાના આધારે સમાચાર ન ચલાવે અને ન તો તેના પર ભરોસો કરે. તમારા સતત પ્રેમ અને સમર્થન બદલ આભાર.”

શિખર ધવને ભારતીય ટીમનું ત્રણેય ફોર્મેટમાં પ્રતિનિધિત્વ કર્યું, પરંતુ એકદિવસીય ક્રિકેટમાં તેમનું પ્રદર્શન ખાસ કરીને પ્રભાવશાળી રહ્યું. તેમણે 167 એકદિવસીય મેચોમાં 44.1ની સરેરાશથી 6,793 રન બનાવ્યા. આ દરમિયાન તેમના બેટમાંથી 17 સદી અને 39 અડધી સદી નીકળી.

ટેસ્ટ ક્રિકેટમાં ધવને 34 મેચોમાં 40.6ની સરેરાશથી 2,315 રન બનાવ્યા. તેમના નામે આ ફોર્મેટમાં સાત સદી અને પાંચ અડધી સદી નોંધાયેલી છે.

ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધવને, 68 મેચો રમી અને 27.9ની સરેરાશથી 1,759 રન બનાવ્યા. આ ફોર્મેટમાં તેમણે 11 અડધી સદી ફટકારી.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande