સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં 12 વિદ્યાર્થી ક્લબનું ઉદ્ઘાટન, એઆઈ ક્લબની પણ શરૂઆત
પાટણ, 15 ઓક્ટોબર (હિ.સ.) : સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓના કૌશલ્ય અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે 12 વિદ્યાર્થી ક્લબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના ચેરમેન અને ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે આ ક્લબનું ઉદ્ઘ
સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં 12 વિદ્યાર્થી ક્લબનું ઉદ્ઘાટન, AI ક્લબની પણ શરૂઆત


પાટણ, 15 ઓક્ટોબર (હિ.સ.) : સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓના કૌશલ્ય અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે 12 વિદ્યાર્થી ક્લબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના ચેરમેન અને ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે આ ક્લબનું ઉદ્ઘાટન કર્યું હતું. ‘એક સપના, બાર રસ્તે, એક મંઝિલ’ના સૂત્ર સાથે શરૂ કરાયેલી આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા વિકસાવવા માટે યોગ્ય મંચ પૂરો પાડવાનો છે.

આ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત, સંશોધન, નવીનતા, પર્યાવરણ સંરક્ષણ, કૌશલ્ય વિકાસ, નેતૃત્વ અને સામાજિક સેવા જેવા ક્ષેત્રોમાં ભાગ લેવાની તક મળશે. આ પ્રસંગે આધુનિક ટેક્નોલોજીને ધ્યાનમાં રાખીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્લબની પણ શરૂઆત કરવામાં આવી હતી. આ ક્લબ વિદ્યાર્થીઓને AI, મશીન લર્નિંગ, ડિજિટલ ટેક્નોલોજી અને નવીન સંશોધનો અંગે માર્ગદર્શન પૂરું પાડશે.

આ આયોજનથી વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેક્નોલોજી અને બદલાતા સમયની જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં મદદ મળશે. સાથે જ ડિજિટલ ઇન્ડિયા અને વિકસિત ભારત @2047ના રાષ્ટ્રીય લક્ષ્યોમાં યોગદાન આપવા માટે વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે. ઉદ્ઘાટન પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ વી.સી. રાવ, રજિસ્ટ્રાર ચેતનસિંહ, ચેતનાબેન રાજપૂત, ભીખીબા રાજપૂત, નિયતિબેન અને સ્મિતાબેન પંચાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande