
કછાર (અસમ), નવી દિલ્હી, 15 ઓક્ટોબર (હિ.સ.). કછાર પોલીસે ગુપ્ત માહિતીના આધારે અભિયાન ચલાવીને મોટી માત્રામાં માદક પદાર્થ જપ્ત કરવાની સાથે બે તસ્કરોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે.
કછાર પોલીસ મુખ્યાલય દ્વારા ગુરુવારે આપવામાં આવેલી માહિતી અનુસાર, ઉધારબંધ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ઉધારબંધ બાયપાસ પાસે ગત રાત્રે 'પાંચ માઇલ' વિસ્તારમાં નશીલા પદાર્થો વિરુદ્ધ એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન એક ટ્રકને રોકવામાં આવ્યો, જેની તલાશીમાં એક ગુપ્ત ખાનામાંથી 2.30 લાખ (કુલ વજન 24.589 કિલો) યાબા ટેબ્લેટ જપ્ત કરવામાં આવી. જપ્ત કરાયેલ યાબા ટેબ્લેટ્સની કિંમત 57.5 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમની ઓળખ સચિન તોમર (28, જસરાના, ફિરોઝાબાદ, ઉત્તર પ્રદેશ) અને રોહિત યાદવ (21, બોરાપુર, પોલીસ સ્ટેશન મોતીઝીલ, ગ્વાલિયર, મધ્ય પ્રદેશ) તરીકે કરવામાં આવી છે.
જણાવવામાં આવ્યું છે કે, જપ્ત કરાયેલો ટ્રક પડોશી રાજ્યમાંથી આવી રહ્યો હતો. હાલમાં, આ મામલે સંપર્કો શોધી કાઢવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ