ઉનામાં વ્યાજખોરી વિરુદ્ધ SPએ લોક દરબાર યોજ્યો
ગીર સોમનાથ 15 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં વ્યાજખોરીને રોકવા પોલીસ પ્રયાસો તેજ કરી રહી છે. આ અંતર્ગત 14 ઓક્ટોબરે ઉના પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને વ્યાજખોરી વિરુદ્ધ લોક દરબાર યોજાયો. આ લોક દરબારમાં ઉના
ઉનામાં વ્યાજખોરી વિરુદ્ધ SPએ લોક દરબાર યોજ્યો


ગીર સોમનાથ 15 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં વ્યાજખોરીને રોકવા પોલીસ પ્રયાસો તેજ કરી રહી છે. આ અંતર્ગત 14 ઓક્ટોબરે ઉના પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને વ્યાજખોરી વિરુદ્ધ લોક દરબાર યોજાયો.

આ લોક દરબારમાં ઉના અને ગીરગઢડા તાલુકામાંથી વ્યાજખોરીને લગતી કુલ ચાર ફરિયાદો મળી. જિલ્લા પોલીસવડાએ ફરિયાદીઓને સાંભળીને યોગ્ય માર્ગદર્શન આપ્યું અને પોલીસ અધિકારીઓને તાત્કાલિક નિકાલ કરવા સૂચના આપી.

એસપી જાડેજાએ સ્પષ્ટતા કરી કે, કાયદાની મર્યાદામાં રહીને જ વ્યાજ વસૂલી શકાય છે. માસિક દોઢ ટકા અને વાર્ષિક 18 ટકાથી વધુ વ્યાજ વસૂલનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. તેમણે પીડિતોને ડર્યા વિના પોલીસનો સંપર્ક તકરવા અપીલ કરી. તેમણે જણાવ્યું કે, ફરિયાદો હકીકતો અને પુરાવા આધારિત હોવી જરૂરી છે. પોલીસ દરેક ફરિયાદની નિષ્પક્ષ તપાસ કરશે અને સત્યના આધારે ન્યાય અપાશે. અગાઉ કોડીનારમાં પણ આવો લોક દરબાર યોજાયો હતો અને આગામી દિવસોમાં તાલાલા-સુત્રાપાડામાં પણ યોજાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande