નાણાં મંત્રી સીતારમણ એ, બેંગકોકમાં યુકેના ચાન્સેલર જ્હોન હીલી સાથે મુલાકાત કરી
નવી દિલ્હી, 15 ઓક્ટોબર (હિ.સ.). કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ એ, ગુરુવારે બેંગકોકમાં યુકેના ચાન્સેલર ઓફ ધ એક્સચેકર જ્હોન હીલી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. નાણાં મંત્રાલ
યુકેના ચાન્સેલર ઓફ ધ એક્સચેકર, જ્હોન હીલી સાથે મુલાકાત કરતા નાણામંત્રી સીતારમણ


નવી દિલ્હી, 15 ઓક્ટોબર (હિ.સ.). કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ એ, ગુરુવારે બેંગકોકમાં યુકેના ચાન્સેલર ઓફ ધ એક્સચેકર જ્હોન હીલી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. નાણાં મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું કે સીતારમણ એ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં આઈએમએફ-વિશ્વ બેંકની વાર્ષિક બેઠકો દરમિયાન યુકેના ચાન્સેલર ઓફ ધ એક્સચેકર, જ્હોન હીલી સાથે મુલાકાત કરી. આ દરમિયાન સીતારમણ એ અગાઉના 'આર્થિક અને નાણાકીય સંવાદ'ના પરિણામોને આગળ વધારતા, ચોથા 'ભારત-યુકે નાણાકીય બજાર સંવાદ', ફિનટેક બેઠકો અને તેનાથી સંબંધિત આઈયુકેએફપી બેઠકોના સફળ સમાપ્તિ પર પણ ચર્ચા કરી.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં નાણાં મંત્રી સીતારમણ એ સામાન્ય પ્રાથમિકતાઓ અને એક રચનાત્મક તથા સમાવેશી જી-20 પ્રક્રિયાની દિશામાં યુકે સાથે મળીને કામ કરવાના ભારતના સંકલ્પને પુનરાવર્તિત કર્યો. સાથે જ સીતારમણ એ તેમને એ પણ જણાવ્યું કે ભારત 14મા આર્થિક અને નાણાકીય સંવાદ (ઈએફડી) ને લઈને ઉત્સુક છે, જેમાં મહત્વપૂર્ણ ખનિજો, ગ્રીન ટેક અને શહેર-ક્ષેત્ર ભાગીદારીઓમાં સહયોગનો પ્રસ્તાવ છે. બંને પક્ષોએ પુષ્ટિ કરી કે આગામી ઈએફડી આ વર્ષે ડિસેમ્બરમાં આયોજિત કરવામાં આવશે.

આ પહેલા સીતારમણ, ગુરુવારે બેંગકોકના સુવર્ણભૂમિ હવાઈ મથકે પહોંચતા થાઈલેન્ડમાં ભારતના રાજદૂત પુનીત અગ્રવાલે તેમનું સ્વાગત કર્યું. આ સાથે જ થાઈલેન્ડ સરકારના નાણાં મંત્રાલય હેઠળના ટ્રેઝરી વિભાગના ઉપ મહાનિર્દેશક રુએચા વરાટોર્ન એ પણ સીતારમણનું સ્વાગત કર્યું.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બેંગકોકમાં આઈએમએફ-વિશ્વ બેંકની વાર્ષિક બેઠકોમાં ભાગ લેવા માટે ત્રણ દિવસીય પ્રવાસે છે. આ ઉપરાંત તેઓ જી20 અને જી-7 ના નાણાં મંત્રીઓ તથા કેન્દ્રીય બેંક ગવર્નરો (એફએમસીબીજી) ની બેઠકોમાં ભાગ લેશે, અને અનેક દેશો તથા સંગઠનો સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande