ગાંધીનગર જિમખાનામાં ઉજવાયો નવરાત્રી રાસોત્સવ, વરિષ્ઠ અધિકારીઓ અને જિમખાના મેમ્બર્સ પરિવારજનો સાથે ગરબે ઘુમ્યા
ગાંધીનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) : આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની ગાંધીનગર સેક્ટર-19 જીમખાનામાં રાસોત્સવ દ્વારા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રીના ચોથા નોરતાની રાત્રિએ જીમખાનાની હરિયાળી લોનમાં જિમખાના મેમ્બર્સ અને પૂર્વ સનદી અધિકારીઓ સહ
નવરાત્રી રાસોત્સવ


નવરાત્રી રાસોત્સવ


નવરાત્રી રાસોત્સવ


ગાંધીનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) : આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની ગાંધીનગર સેક્ટર-19 જીમખાનામાં રાસોત્સવ દ્વારા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

નવરાત્રીના ચોથા નોરતાની રાત્રિએ જીમખાનાની હરિયાળી લોનમાં જિમખાના મેમ્બર્સ અને પૂર્વ સનદી અધિકારીઓ સહિત વરિષ્ઠ સચિવઓ અને અધિકારીઓએ પરિવારજનો સાથે ગરબા-રાસની રંગત માણી હતી.

ભક્તિભાવ પૂર્ણ વાતાવરણમાં માતાજીની આરતી સાથે આ રાસોત્સવનો પ્રારંભ થયો ત્યારે જિમખાના મેમ્બર્સ સાથે જગદંબાની આરતીથી આરાધના કરવા માટે પૂર્વ મુખ્ય સચિવ અને GERCના હાલના અધ્યક્ષ પંકજ જોષી, પૂર્વ અધિક મુખ્ય સચિવઓ અરૂણકુમાર સુતરિયા, જે.પી. ગુપ્તા, મનોજ દયાણી તેમજ વી.એસ. ગઢવી, સામાન્ય વહિવટ વિભાગના વર્તમાન અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, માર્ગ-મકાન સચિવ પ્રભાત પટેલિયા અને અન્ય અધિકારીઓ જોડાયા હતા.

આ નવરાત્રી રાસોત્સવમાં ગાયક વૃંદ અને સંગીતના તાલે સૌ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા. તેમાં શ્રેષ્ઠ ખેલૈયા તરીકે ઉદય વૈશ્નવ, મેઘલ એરડા, શોભના બહેન મયુર શાહને પૂર્વ અધિક મુખ્ય સચિવ અરૂણ કુમાર સુતરિયાએ પુરસ્કાર એનાયત કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande