
નવી દિલ્હી, 15 ઓક્ટોબર (હિ.સ.). કોર્પોરેટ કર સંગ્રહમાં સારા વધારાને કારણે ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં 1 એપ્રિલથી 14 ઓક્ટોબરની વચ્ચે ચોખ્ખો પ્રત્યક્ષ કર સંગ્રહ 13.21 ટકા વધીને લગભગ 13.38 લાખ કરોડ રૂપિયા થઈ ગયો. આ સમયગાળા દરમિયાન ચોખ્ખો કોર્પોરેટ કર સંગ્રહ 20.58 ટકા વધીને 5.99 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો, જ્યારે બિન-કોર્પોરેટ કર (વ્યક્તિઓ, કંપનીઓ અને હિંદુ અવિભાજિત પરિવારો દ્વારા ચૂકવવામાં આવતો કર) સંગ્રહ 5.83 ટકા વધીને લગભગ 6.92 લાખ કરોડ રૂપિયા રહ્યો.
આવકવેરા વિભાગ મુજબ, નાણાકીય વર્ષ 2026-27માં 14 ઓક્ટોબર સુધીમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) સંગ્રહ, 52 ટકા વધીને 46,840 કરોડ રૂપિયા થઈ ગયો. આ સમયગાળામાં કર 'રિફંડ' (કર પરત) વાર્ષિક ધોરણે 24.22 ટકા વધીને 2.65 લાખ કરોડ રૂપિયા થઈ ગયો. આ ઉપરાંત, કુલ ધોરણે પ્રત્યક્ષ કર સંગ્રહ પણ 14 ઓક્ટોબર સુધીમાં 15 ટકા વધીને 16.03 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. આમાં 7.53 લાખ કરોડ રૂપિયાનો કોર્પોરેટ કર સંગ્રહ અને 8.03 લાખ કરોડ રૂપિયાનો બિન-કોર્પોરેટ કર સંગ્રહ શામેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ