પાટણ-ઊંઝા હાઈવે પર હેરિટેજ ગરબા મહોત્સવ અને ખોડાભા હોલ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામ
પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.)પાટણ-ઊંઝા હાઈવે પર હેરિટેજ ગરબા મહોત્સવ અને ખોડાભા હોલ નજીક કાર અને ભારે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં કારના આગળના ભાગે, ખાસ કરીને ટાયર પાસેના હિસ્સાને ભારે નુકસાન પહોંચ્યું હતું. નવરાત્રિ મહોત્સવને કારણે હાઈવે
પાટણ-ઊંઝા હાઈવે પર હેરિટેજ ગરબા મહોત્સવ અને ખોડાભા હોલ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામ


પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.)પાટણ-ઊંઝા હાઈવે પર હેરિટેજ ગરબા મહોત્સવ અને ખોડાભા હોલ નજીક કાર અને ભારે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં કારના આગળના ભાગે, ખાસ કરીને ટાયર પાસેના હિસ્સાને ભારે નુકસાન પહોંચ્યું હતું.

નવરાત્રિ મહોત્સવને કારણે હાઈવે પર વાહનોની અવરજવર વધુ હોવાથી અકસ્માત બાદ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ગરબા રમવા જઈ રહેલા ખેલૈયાઓ સહિત અન્ય વાહનચાલકોને ટ્રાફિક જામમાં અટવાવાનો વારો આવ્યો હતો.

અકસ્મતનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો અને ગરબા મહોત્સવમાં આવેલા દર્શકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ બંને વાહનોના ચાલકોએ ટ્રાફિકમાં અડચણ ન સર્જાય તે માટે વાહનોને રસ્તાની બાજુમાં ખસેડ્યાં હતાં અને નુકસાન તથા વળતર અંગે ચર્ચા કરી હતી.

વાહનો હટાવ્યા બાદ હાઈવે પરનો ટ્રાફિક ધીમે ધીમે પૂર્વવત થયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી, જોકે કારને ભારે નુકસાન થતાં થોડા સમય માટે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande