સત્તા પરિવર્તન વિપક્ષની લોકતાંત્રિક જવાબદારી, આમાં ખોટું શું છે : પવન ખેડા
નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.). કોંગ્રેસે રક્ષા મંત્રી રાજનાથ સિંહના ''શાસન પરિવર્તન'' સંબંધિત નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે, ચૂંટણીના માધ્યમથી સત્તા પરિવર્તન વિપક્ષનો લોકતાંત્રિક અધિકાર અને જવાબદારી છે. કોંગ્રેસના મીડિયા વિભાગના અધ્યક્ષ અને રા
કોંગ્રેસ મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં સંબોધન કરતા પવન ખેડા


નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.). કોંગ્રેસે રક્ષા મંત્રી રાજનાથ સિંહના 'શાસન પરિવર્તન' સંબંધિત નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે, ચૂંટણીના માધ્યમથી સત્તા પરિવર્તન વિપક્ષનો લોકતાંત્રિક અધિકાર અને જવાબદારી છે. કોંગ્રેસના મીડિયા વિભાગના અધ્યક્ષ અને રાજ્યસભા સભ્ય પવન ખેડાએ કહ્યું કે, વિપક્ષનું કામ સરકારનો વિરોધ કરવો, તેની નીતિઓને ખુલ્લી પાડવી અને લોકતાંત્રિક રીતે સત્તા પરિવર્તનનો પ્રયાસ કરવો હોય છે.

પવન ખેડાએ ગુરુવારે અહીં કોંગ્રેસ મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં કહ્યું કે, ચૂંટણી દ્વારા સરકાર બદલવી એ લોકશાહીનો સામાન્ય અને કાયદેસરનો ભાગ છે, પરંતુ ભાજપના નેતાઓને તેનાથી મુશ્કેલી થઈ રહી છે, કારણ કે તેમને હવે લોકતાંત્રિક પ્રશ્નોની આદત રહી નથી. ખેડાએ કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે વિપક્ષની ફરજ છે કે તે સરકારનો વિરોધ કરે, તેની ખામીઓને ઉજાગર કરે અને જો શક્ય હોય તો તેને સત્તા પરથી દૂર કરે. કોંગ્રેસ પણ આ જ કરી રહી છે. જો સત્તા પરિવર્તનની વાત કરવી ખોટી છે તો ભાજપ સ્પષ્ટ કરે કે શું વિપક્ષનું ચૂંટણી લડવું, આંદોલન કરવું અને સત્તા પરિવર્તનની વાત કરવી દેશવિરોધી કે ગેરકાનૂની છે.

કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે, ભાજપ સરકાર પ્રશ્નોના જવાબ આપવાને બદલે પ્રશ્ન પૂછનારાઓ પર જ આરોપ લગાવવા લાગે છે. દેશમાં ઘણા દિવસોથી લોકો આંદોલિત છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, પરંતુ જવાબ ચૂંટણી પંચને બદલે કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી રહ્યા છે. જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માંગ પર સરકાર પોતાની સ્થિતિ સ્પષ્ટ કેમ નથી કરી રહી.

ઉલ્લેખનીય છે કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહે લખનઉમાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, વિપક્ષની લડાઈ ચૂંટણી સુધાર, વિશેષ સઘન પુનરાવલોકન (એસઆઈઆર) કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના મુદ્દાને લઈને નથી, પરંતુ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા હાંસલ કરવાનું ષડયંત્ર છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, વિપક્ષ દેશના યુવાનોને અરાજક રાજનીતિનો મોહરો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને બાંગ્લાદેશની તર્જ પર સત્તા પરિવર્તનની વાતો કરી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande